અમદાવાદ : સોમવારે 3 જુલાઇએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કેટકાલ લોકોનું એક ગ્રુપ રસ્તા વચ્ચે મારપીટ કરતું જોઇ શકાય છે. રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન નેતા મોહમ્મદ આઝમ અને તેમના સહયોગીઓ દ્વારા કારવા વિધાનસભા ક્ષેત્રની મહેબુબ કોલોનીમાં વિજળીની ચોરીની તપાસ કરવા માટે ગયેલા વિજળી વિભાગના કર્મચારીને માર મારવામાં આવ્યો તેનો છે.
ADVERTISEMENT
એક ટ્વીટર યુઝર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સફેદ અને કાળા રંગના ચેક્સ શર્ટ પહેરેલા AIMIM નેતા રસ્તા પર વિજળી વિભાગના કર્મચારીને ઢોર માર મારતા જોવા મળી રહ્યા છે. ઝડપથી પાસે ઉભેલા તેના સહયોગી, અસહાય સરકારી કર્મચારીઓને ઢોર માર મારવામાં તેની સાથે જોડાઇ જાય છે. ઝડપથી ત્યાં એક વ્યક્તિઓનું ટોળુ એકત્ર થઇ જાય છે. લોકો તેને ઢોર માર મારવા લાગે છે. તેને કોઇ અટકાવતું નથી.
ટ્વિટર યુઝરના અનુસાર આ કિસ્સો હૈદરાબાદ ઓલ્ડ સિટીને આપવામાં આવતી વિજળી પૈકી 50 ટકા વિજળી બેહિસાબ છે. કુલ વિજળીના 50 ટકા રકમ જ વિભાગને મળે છે. આ બધાનું કારણ વિજ ચોરી છે. વિજવિભાગને પ્રતિ દિવસ 70 લાખ રૂપિયાનું નુકસાન થાય છે. વિજળી ચોરી સંબંધિત ફરિયાદો અને સમસ્યાઓ હૈદરાબાદ ઓલ્ડ સિટીમાં વ્યાપક છે. રિપોર્ટ્સ અનુસાર તેલંગાણા સ્ટેટ સર્દન પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ (TSSPDCL) હેઠળ આવનારા ક્ષેત્રોમાં 2022 માં 64,245 કેસ નોંધાયા છે. જે 2021 ના કેસ કરતા 3000 ગણુ વધારે હતું.
ઉર્જા વિભાગના અધિકારીઓના અનુસાર વિજળી ઉપયોગિતા પ્રતિ વર્ષ વિજળી ચોરીના કારણે કુલ રેવન્યુનાં 10 ટકાનું નુકસાન થઇ રહ્યું છે. કંપનીના મહેબુબનગર, નલગોંડા, સંગારેડ્ડી, સિદ્દીપેટ, રંગારેડ્ડી અને હૈદરાબાદ જિલ્લામાં ઉપયોગકર્તા પાસેથી કુલ 3994.67 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
(માહિતી તેલંગાણા ટુડે)
ADVERTISEMENT