નવી દિલ્હીઃ મનીષ સિસોદિયાએ જેલમાંથી જનતાને સંબોધતા લખેલા બે પાનાના પત્રના કેટલાક મુદ્દાઓ પર ખાસ નજર કરીએ તો તેમણે લખ્યું છે કે. જ્યારે દુનિયામાં એઆઈ (આર્ટીફિશ્યલ ઈન્ટેલિજેન્ટસ), વિજ્ઞાન, ટેક્નોલોજીની વાતો થાય છે ત્યારે જ્યારે પ્રધાનમંત્રીને કહેતા સાંભળું છું કે ગંદા નાળાઓમાં પાઈપ નાખીને તેની ગંદી ગેસમાંથી ચા અથવા ભોજન બનાવી શકાય છે, મારું દિલ બેસી જાય છે. શું નાળાની ગેસમાંથી ચા બનાવવી શકાય છે? કે નહીં? જ્યારે પીએમ કહે છે કે વાદળો પાછળ ઉડતા પ્લેનનને રડાર પકડી નહીં શકે તો પુરી દુનિયાના લોકોમાં તે હાસ્યનું પાત્ર બને છે. સ્કૂલોમાં અને કોલેજોમાં પણ ભણતા બાળકો તેમની મજાક ઉડાવે છે. દુનિયાને ખબર પડે છે કે પ્રધાનમંત્રી કેટલું ઓછું ભણેલા ગણેલા છે.
ADVERTISEMENT
AMCમાં આ પદો પર ભરતીઃ પગારમાં લાખ-દોઢ લાખ રૂપિયા જાણો તમામ જગ્યાઓ અંગે
સરકારી 60,000 શાળાઓ બંધ કરાઈઃ સિસોદિયા
તેમણે કહ્યું કે, હાલના વર્ષોમાં દેશમાંથી 60,000 સરકારી શાળાઓ બંધ કરી દેવાઈ. એક તરફ દેશમાં વસ્તી વધે છે તો બીજી તરફ સરકારી શાળાઓ બંધ થાય છે. સરકારી સ્કૂલ્સનું સ્તર સારું કરી દેવાતું તો લોકો પોતાના બાળકોને પ્રાઈવેટથી કાઢીને સરકારી શાળામાં મોકલવાનું શરૂ કરી દેતા. સરકારી શાળાનું બંધ થવું સમાચાર છોટા છે પરંતુ તેનાથી ખબર પડે છે કે શિક્ષા સરકારની પ્રાથમિકતા જ નથી.
ગર્વથી કહેતા કે હું ભણેલો નથી, ગામની સ્કૂલ સુધી ભણ્યોઃ સિસોદિયા
મેં પ્રધાનમંત્રી મોદીજીનો એક વીડિયો જોયો હતો, જેમાં તે ખુબ ગર્વથી કહી રહ્યા હતા કે તે ભણેલા-ગણેલા નથી. ફક્ત ગામની શાળા સુધી જ તેમની શિક્ષા થઈ. શું અભણ હોવું, ઓછું ભણેલું હોવું ગર્વની વાત છે? જે દેશના પ્રધાનમંત્રીને ઓછું ભણ્યાનો ગર્વ હોય, તે દેશમાં એક સામાન્ય માણસના બાળકના માટે સારી શિક્ષાની પણ સવલતો ન હોય. હાલમાં 60,000 સરકારી શાળાઓ બંધ કરવાની વાત તેનું જીવતુ જાગતું ઉદાહરણ છે.
ADVERTISEMENT