IMF આગળ નાક રગડ્યા બાદ આખરે પાકિસ્તાનને મળી લોન, જો કે આ શરતો આકરી

ઇસ્લામાબાદ : પાકિસ્તાન અને IMF વચ્ચે ત્રણ અબજના બેલઆઉટ પેકેજ માટે સ્ટાફ લેવલનો કરાર થયો છે. આના પર ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું…

gujarattak
follow google news

ઇસ્લામાબાદ : પાકિસ્તાન અને IMF વચ્ચે ત્રણ અબજના બેલઆઉટ પેકેજ માટે સ્ટાફ લેવલનો કરાર થયો છે. આના પર ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે, તેનાથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ અંગે પાકિસ્તાનના નાણામંત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વચ્ચે મહિનાઓની વાટાઘાટો બાદ ત્રણ અબજ ડોલરના બેલઆઉટ પેકેજ માટે સમજૂતી થઈ છે. શુક્રવારે બંને પક્ષો વચ્ચે સ્ટાફ સ્તરીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેની માહિતી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આપી છે. તેણે કહ્યું છે કે, આનાથી પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડાર અને તેની અર્થવ્યવસ્થા મજબૂત થશે.

શાહબાઝ શરીફે પોતાના એક ટ્વીટમાં લખ્યું, ‘અલહમદુલિલ્લાહ! મને એ જાહેર કરતાં આનંદ થાય છે કે પાકિસ્તાને IMF સાથે નવ મહિનાના 3 બિલિયન સ્ટેન્ડ-બાય એગ્રીમેન્ટ પર સ્ટાફ-લેવલનો કરાર કર્યો છે. આ કરાર પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણના ભંડારને મજબૂત કરવામાં મદદ કરશે, પાકિસ્તાનને આર્થિક સ્થિરતા હાંસલ કરવામાં અને દેશને ટકાઉ આર્થિક વિકાસના માર્ગ પર લઈ જવા માટે સક્ષમ બનાવશે. ઈન્શાઅલ્લાહ. હું નાણાપ્રધાન ઈશાક ડાર અને તેમના મંત્રાલય તથા સ્ટાફના પ્રયાસો અને સખત મહેનતની પ્રશંસા કરવા માંગુ છું. હું IMFના મેનેજિંગ ડિરેક્ટર, ક્રિસ્ટલિના જ્યોર્જિવા અને તેમની ટીમનો પણ આભાર માનું છું, ખાસ કરીને છેલ્લા અઠવાડિયામાં તેમના સમર્થન માટે $3 બિલિયન સ્ટેન્ડ-બાય વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણના ભંડારને મજબૂત કરવામાં મદદ કરશે, પાકિસ્તાનને આર્થિક સ્થિરતા હાંસલ કરવામાં સક્ષમ બનાવશે.

સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, IMP જુલાઈ મહિનામાં આ સોદાને મંજૂરી આપશે. બંને પક્ષો વચ્ચે આ ડીલ આઠ મહિનાની વાતચીત બાદ કરવામાં આવી છે. જેનાથી વિદેશી હૂંડિયામણની તીવ્ર અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાનને મોટી રાહત મળી છે. પાકિસ્તાનના નાણામંત્રીએ કરાર માટે અલ્લાહનો આભાર માન્યો અને લખ્યું, ‘અલહમદુલિલ્લાહ!’ ડારે ગુરુવારે જ કહ્યું હતું કે પાકિસ્તાન અને IMF વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી થવા જઈ રહી છે. તેની પાસે એક મહિના કરતાં ઓછા સમયની વિદેશી આયાત માટે વિદેશી હૂંડિયામણ અનામત છે. દેશમાં મોંઘવારી અને ગરીબી એટલી વધી ગઈ છે કે, લોકો મફત અને સબસીડીવાળા લોટ માટે મરવા તૈયાર છે.

વિશ્લેષકોએ કહ્યું કે, જો IMF જલ્દીથી બેલઆઉટ પેકેજ સાથે ડીલ નહીં કરે તો તે ડિફોલ્ટ થઈ જશે. વર્ષ 2019માં પાકિસ્તાન અને IMF વચ્ચે $6.5 બિલિયનના બેલઆઉટ પેકેજ પર સહમતિ થઈ હતી. સમજૂતી અનુસાર પાકિસ્તાન 2.5 અબજ ડોલરના હપ્તા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું પરંતુ બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ શકી ન હતી. પરંતુ હવે સમજૂતી થઈ ગઈ છે. પાકિસ્તાનને ત્રણ ડોલરનું બેલઆઉટ પેકેજ મળી રહ્યું છે. જે અપેક્ષા કરતાં વધુ છે.

આઈએમએફના અધિકારીએ શું કહ્યું?
આઈએમએફના અધિકારી નાથન પોર્ટરે ગુરુવારે જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને આઈએમએફ વચ્ચે નવી સ્ટેન્ડ-બાય વ્યવસ્થા 2019 બેલઆઉટ પ્રોગ્રામ પર આધારિત છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને તાજેતરના સમયમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જેમાં ગયા વર્ષે વિનાશક પૂર અને યુક્રેનમાં યુદ્ધ પછી કોમોડિટીના ભાવમાં તીવ્ર ઉછાળોનો સમાવેશ થાય છે. ખાધ ઘટાડવા માટે સત્તાવાળાઓના પ્રયાસો છતાં, પાકિસ્તાનના વિદેશી વિનિમય ભંડારમાં ઘટાડો થયો છે જે ખૂબ નીચું સ્તર છે.

પાવર સેક્ટરની સ્થિતિ પણ નાજુક છે. આ પડકારોને જોતાં, નવી વ્યવસ્થા આગામી સમયમાં પાકિસ્તાનના બહુપક્ષીય અને દ્વિપક્ષીય ભાગીદારો તરફથી નાણાકીય સહાય માટે એક માળખું પ્રદાન કરશે.આ વર્ષની શરૂઆતમાં, IMFની એક ટીમ આ સોદા પર સહમત થવા માટે પાકિસ્તાન પહોંચી હતી. ત્યારપછી આઈએમએફના જણાવ્યા અનુસાર પાકિસ્તાને અનેક પગલાં લીધાં છે. આ અંતર્ગત પાકિસ્તાન સરકારે 2023-24ના બજેટમાં સુધારો કર્યો હતો.

    follow whatsapp