અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં કોંગ્રેસના એક બાદ એક નેતા નારાજ થઈ રહ્યા છે અને કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસને સતત ઝટકા લાગી રહ્યા છે . કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેકવી થઈ છે. આ વચ્ચે હર્ષદ રીબડિયાએ કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યા બાદ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દિશાહિન થઈ ચૂકી છે.
ADVERTISEMENT
કોંગ્રેસ પર પ્રહાર કરતાં હર્ષદ રીબડિયાએ કહ્યું કે, મે ગદ્દારી નથી કરી, કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે,મત વિસ્તારના લોકોને પૂછીને આગળનો નિર્ણય લઇશ. જરૂર પડશે તો ચૂંટણી લડિશ.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં હર્ષદ રીબડિયાએ કહ્યું કે, કોંગ્રેસ દિશાહિન છે. ચૂંટણી અહી છે અને પદયાત્રા દક્ષિણ ગુજરાતમાંથી કાઢવામાં આવે છે. જરૂર અહી છે. મી ધારાસભ્ય તરીકે લોકો માટે રરાત દિવસ એકલા લડતા હોઈએ. ક્યાંય કોઈ મદદ ન મળે. એટલે નક્કી કર્યું કે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. મે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. મી હજુ કોઈ પક્ષ સાથે જોડાવાનું નક્કી નથી કર્યું. મે ક્યારે ગદ્દારી નથી કરી. મારા મત વિસ્તારના લોકો કહેશે તે પાર્ટીમાં જોડાઈશ.
જૂનાગઢમાં કોંગ્રેસના 50 ટકા ધારાસભ્યોના રાજીનામાં
જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસના 50 ટકા ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. વર્ષ 2017માં જુનાગઢ જિલ્લાની 5 બેઠકોમાંથી કોંગ્રેસને જૂનાગઢ, વિસાવદર, માંગરોળ અને માણાવદર બેઠક મળી હતી. જ્યારે કેશોદ બેઠક પર દેવા માલમ જીત્યા હતા. પરંતુ વર્ષ 2022 આવતા આવતા કોંગ્રેસે જુનાગઢ જિલ્લામાં જ બે ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે. પહેલા માનવાદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડ્યો અને ભાજપમાં ભળ્યા છે. જ્યારે હવે વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પણ રાજીનામું ધરી દીધું.
ADVERTISEMENT