ભાજપ ગત્ત બે ચૂંટણીથી નરેન્દ્ર મોદીના ચહેરા પર જ લડી રહી છે અને ત્રીજી ચૂંટણી પણ તેમના જ ચહેરા પર લડાઇ રહી છે. જો કે વિપક્ષે વડાપ્રધાન પદ માટે કોઇ ચહેરાની જાહેરાત કરી નથી. જો કે ભાજપમાં પીએમ મોદી પછી કોણ તેવો પણ એક સવાલ થઇ રહ્યો છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન પદના સૌથી પસંદગીના ચહેરો બનેલા છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે. તેવામાં સવાલ ઉઠે છે કે, મોદી બાદ પીએમ પદ માટે સૌથી પસંદગીનો વ્યક્તિ કોણ છે?
ADVERTISEMENT
ભાજપ સતત પીએમ મોદીના નામે લડે છે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટી ગત્ત બંન્ને ચૂંટણીમાં પીએમ મોદીના નામે જ ચૂંટણી લડી છે. ત્રીજી ચૂંટણી પણ તેમના નામે જ લડાઇ રહી છે. જો કે વિપક્ષે પીએમ પદ માટે પોતાનો ચહેરો જાહેર નથી કર્યો. Network 18 દ્વારા એક મેગા ઓપિનિયલ પોલમાં કહેવાયું કે, સર્વેમાં રહેલા 59 ટકા લોકોએ સ્વિકાર્યું કે વડાપ્રધાન પદ માટે સૌથી સક્ષમ ચહેરો નરેન્દ્ર મોદી છે. જો કે બીજા નંબર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે. સર્વે અનુસાર 21 ટકા લોકોએ વડાપ્રધા પદ માટે રાહુલ ગાંધીને સૌથી યોગ્ય ચહેરો માન્યો. આ મામલે રાહુલ ગાંધી પીએમ મોદીથી 38 ટકા પાછળ છે.
મમતા બેનર્જીને પણ લોકોએ સારા નેતા તરીકે સ્વિકાર્યા
બીજી તરફ સર્વેમાં રહેલા 9 ટકા લોકોએ સ્વિકાર્યું કે, તૃણમુલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પીએમ પદ માટે સક્ષમ વ્યક્તિ છે. મેગા ઓપિનિયન પોલમાં 21 મુખ્ય રાજ્યોના 518 લોકસભા વિસ્તારોમાં સમાવતા એક વ્યાપક સર્વેક્ષણ કરવામાં આવ્યું. 12 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી કરાયેલા સર્વેમાં ભારતના 21 મુખ્ય રાજ્યોમાં સમાવવામાં આવ્યા છે. એટલે કે કુલ થઇને 95 ટકા લોકસભા ચૂંટણી વિસ્તારોમાં આ સર્વે કરવામાં આવ્યો.
યુપીમાં NDA ક્લિન સ્વિપ કરે તેવી શક્યતા
ઓપિનિયન પોલ અનુસાર રાજનીતિક રીતે મહત્વપુર્ણ 80 લોકસભા સીટો ધરાવતા ઉત્તરપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન માટે કારગત સાબિત થઇ શકે છે. એનડીએને યુપીમાં 77 સીટો મળવાનું અનુમાન છે. બીજી તરફ વિપક્ષી ગઠબંધનને માત્ર 2 સીટો મળે તેવી શક્યતા છે. જ્યારે માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી 1 સીટ જીતી શકે છે.
બીજી યાદી હાલમાં જ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની બીજી યાદી બુધવારે જાહેર કરી દીધી, જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પીયુષ ગોયલ અને અનુરાગસિંહ ઠાકુર તથા હરિયાણાના મનોહરલાલ ખટ્ટર સહિત ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓના નામનો સમાવેશ થાય છે. પાર્ટીના બે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને સદાનંદ ગૌડાની ટિકિટ કાપી દીધી છે. ખટ્ટર અને ગોયલ ક્રમશ હરિયાણાના કરનાલ અને મુંબઇ ઉત્તરથી લોકસભા ચૂંટણીમાં પદાર્પણ કરશે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ હાવેરીથી અને ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત હરિદ્વારથી ચૂંટણી લડશે.
ADVERTISEMENT