LPG બાદ મોદી સરકાર આપવા જઇ રહી છે લાખો રૂપિયાની ભેટ, નાગરિકોને થશે મોટો ફાયદો

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પહેલા મોંઘવારીને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે મિડલ ક્લાસને નવી ગીફ્ટ…

PM Modi will give big relief

PM Modi will give big relief

follow google news

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પહેલા મોંઘવારીને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે મિડલ ક્લાસને નવી ગીફ્ટ આપવાની તૈયારી થઇ રહી છે. કેન્દ્ર સરકાર શહેરી મધ્યમવર્ગ માટે એક નવી આવાસ યોજના લઇને આવી રહ્યા છે. જેના હેઠળ લોકોને બેંકમાંથી લોન લેશે તેવી સ્થિતિમાં વ્યાજમાં મોટી રાહત મળશે. તેના માટે સરકાર આગામી 5 વર્ષોમાં 600 અબજ રૂપિયા (7.2 અબજ ડોલર) ખર્ચ કરવા અંગે વિચાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ પ્રસંગે લાલ કિલ્લા પરથી જ આ યોજના અંગે જણાવ્યું હતું.

શું છે પ્લાન?

સમાચાર એજન્સી રોયટર્સના સમાચારમાં સુત્રોના હવાલાથી જણાવ્યું કે, આ યોજના હેઠળ 9 લાખ રૂપિયા સુધીની લોન પર 3-6.5% વચ્ચે વાર્ષિક વ્યાજ સબ્સિડીની રજુઆત કરવામાં આવી શકે છે. સુત્રોએ કહ્યું કે, 20 વર્ષના સમયગાળા માટે લેવાયેલી 50 લાખ કરતા ઓછી હોમલોન પ્રસ્તાવિત યોજના અંતર્ગત પાત્ર ઠરશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, વ્યાજની છુટ લાભાર્થીના હોમલોન એકાઉન્ટમાં એડવાન્સ તરીકે જમા કરવામાં આવશે. આ આ યોજના વર્ષ 2028 સુધી લાગુ કરવામાં આવી શકે છે. અધિકારીએ કહ્યું કે, આ યોજનાથી શહેરી વિસ્તારમાં ઓછી આવક ધરાવતા લોકોમાં 2.5 મિલિયન લોનદાતાઓને લાભ થઇ શકે છે.

નાણામંત્રાલય દ્વારા હજી સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી

જો કે આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય અને નાણામંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા નથી આપી. બે બેંક અધિકારીઓએ કહ્યું કે, આ યોજના અંગે લેન્ડર્સ એટલે કે બેંકોને ઝડપથી સરકારી અધિકારીઓની સાથે બેઠક થવાની સંભાવના છે. સમાચાર એવા પણ છે કે બેંકોએ લાભાર્થીઓની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે.

લોકસભાની ચૂંટણી પહેલા મધ્યમવર્ગને સાધવાની તૈયારી

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષના અંતમાં પ્રમુખ રાજ્યોમાં ચૂંટણી થવાની છે. આ ઉપરાંત લોકસભા ચુંટણી પણ છે. આ અગાઉ સરકાર અલગ-અલગ વર્ગ માટે અનેક ગીફ્ટ આપી રહ્યા છે. હાલમાં જ એક ખાસ વર્ગ માટે વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. બીજી તરફ મોંઘવારી પર લગામ લગાવવા માટે રસોઇ ગેસની કિંમતમાં લગભગ 18 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

    follow whatsapp