Alia Bhatt Deepfake Video: આ દિવસોમાં ડીપફેક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, ખાસ કરીને મોટા સેલેબ્સના. ઘણા સ્ટાર્સ આનો શિકાર બની ચૂક્યા છે અને હવે આ લિસ્ટમાં આલિયા ભટ્ટનું નવું નામ ઉમેરાયું છે. આલિયા બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાંથી એક છે અને તેની સાથે આવું થવું એ મોટી વાત છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા નવા ડીપફેક વીડિયોમાં એક યુવતી છે, જે બી-ટાઉન સ્ટાર આલિયા ભટ્ટ જેવી દેખાઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ડીપફેક વીડિયો વાયરલ થતાં લોકોમાં પણ ચિંતા વધી ગઈ છે.
ADVERTISEMENT
કેમેરા તરફ અશ્લીલ હરકતો કરી રહી છે યુવતી
વીડિયોમાં એક યુવતી ફ્લોરલ કો-ઓર્ડ સેટ પહેરીને કેમેરા તરફ અશ્લીલ હરકતો કરી રહી છે. જોકે, જો વીડિયોને ધ્યાનથી જોવામાં આવે તો કોઈ પણ કહી શકે છે કે વીડિયોમાં દેખાતી યુવતી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મની અભિનેત્રી આલિયા નથી. અભિનેત્રીનો ચહેરો કોઈ બીજાના ચહેરા પર એડિટ કરીને લગાવવામાં આવ્યો છે.
આલિયાનો ડીપફેક વીડિયો
આલિયા ભટ્ટનો આ નવો એડિટેડ વીડિયો ઘણી ભારતીય હસ્તીની આ પ્રકારની સ્થિતિનો સામનો કર્યાના થોડા દિવસ બાદ આવ્યો છે. ટેક્નોલોજીના ખોટા દુરુપયોગને કારણે આવું થઈ રહ્યું છે, જેના પર કડક એક્શન પણ લેવામાં આવી રહ્યું છે. આ સેલેબ્સમાં ઘણા મોટા નામ આવ્યા છે.
કાજોલ અને રશ્મિકાનો વીડિયો થયો હતો વાયરલ
આપને જણાવી દઈએ કે, આ પહેલા બોલિવૂડ અભિનેત્રી કાજોલનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક મહિલાનો ચેહેરો હટાવીને કાજોલનો ચહેરો લગાવવામાં આવ્યો હતો. વીડિયોમાં તે રૂમમાં કપડા બદલતા જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પહેલા અભિનેત્રી રશ્મિકા મંદાનનાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ ઘણા સેલિબ્રિટીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT