નવી દિલ્હી: દેશમાં આઝાદી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી છે ત્યારે હવે દેશમાં રાષ્ટ્રધ્વજને લઈને નિયમોમાં ઘણા ફેરફાર થયા છે. પરંતુ આ ફેરફાર વચ્ચે પણ હજુ અમુક નિયમો હેઠળ જો રાષ્ટ્રધ્વજનું સન્માન ન જાળવવામાં આવે તો જેલની સજા પણ થઈ શકે છે.
ADVERTISEMENT
ભારતને આઝાદી મળી તેને 75 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને દેશની જનતાએ આ આઝાદીના અમૃત મહોત્સવને ધામ ધૂમથી ઉજવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ વચ્ચે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ દેશના નાગરિકોએ પોતાના ઘરે તિરંગો લગાવ્યો. પરંતુ 15 ઓગસ્ટ પછી આ તિરંગાનું માન જળવાઈ રહે તે ખૂબ જ મહત્વનું છે. જો કોઈ ભૂલ થઈ તો જેલની સજા પણ થઈ શકે છે.
15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી વચ્ચે છે તફાવત
15મી ઓગસ્ટે દવજારોહણ કરવામાં આવે છે જ્યારે 26મી જાન્યુઆરીએ તિરંગો ફરકાવાય છે. આ બંને વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે. જ્યારે તિરંગાને નીચેથી દોરડા વડે ખેંચીને લહેરાવવામાં આવે છે ત્યારે તેને ધ્વજવંદન કહેવામાં આવે છે. પરંતુ 26 જાન્યુઆરીએ તિરંગો ટોચ પર બાંધવામાં આવે છે, ત્યારબાદ તેને ફરકાવવામાં આવે છે તેને ઝંડો ફરકાવ્યો કહેવામાં આવે છે.
નિયમો અનુસાર રાષ્ટ્રધ્વજમાં કોઈ ચિત્ર, કે ફોટોગ્રાફનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ફાટેલો અને ધૂળ વાળો મેલો ધ્વજ ફરકાવી ણ શકાય. ધ્વજ સાથે કોઈપણ રીતે છેડછાડ થવી જોઈએ નહીં. જ્યાં તિરંગો લહેરાવવામાં આવે છે, તે ટોચ પર હોવો જોઈએ. એટલે કે આનાથી ઉંચો અન્ય કોઈ ધ્વજ ન હોવો જોઈએ. જે સ્થંભ પર ધ્વજ લગાવવામાં આવ્યો હોય તેના પર કોઈપણ પ્રકારની જાહેરાત ન હોવી જોઈએ. એટલે કે રાષ્ટ્રધ્વજનો કોમર્શિયલ હેતુઓ માટે ઉપયોગ કરી શકાતો નથી.
20 જુલાઈ 2022ના રોજ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002માં સુધારા પછી, જ્યાં ધ્વજ ખુલ્લામાં ફરકાવવામાં આવે છે અથવા નાગરિક પોતાના નિવાસસ્થાન પર લગાવી શકે છે. હવે તે દિવસ-રાત લહેરાવી શકાય છે. જ્યારે અગાઉ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ત્રિરંગો લગાવવાની છૂટ મળતી ન હતી.
દેશમાં કાગળના ધ્વજ ઉપયોગ વ્યાપક પ્રમાણે થાય છે, પરંતુ આવા ધ્વજ થોડા સમય બાદ સન્માન જળવતું નથી. રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે. તિરંગાનો ઉપયોગ કર્યા પછી, તેને મર્યાદિત રીતે એકાંતમાં રાખવું જરૂરી છે. ધ્વજ સંહિતા અનુસાર, દેશનો ધ્વજ કોઈપણ પરિસ્થિતિમાં જમીન કે પાણીના સંપર્કમાં ન હોવો જોઈએ. જો તેને કોઈપણ રીતે નુકસાન થયું હોય, તો તેને એકાંતમાં સન્માન સાથે તેનો યોગ્ય રીતે નાશ કરવો જોઈએ.
થઈ શકે છે આટલી સજા
કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે અથવા નિયમોની વિરુદ્ધ ધ્વજ ફરકાવે છે, તેને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દંડની સજા થઈ શકે છે. વ્યક્તિને જેલ અને દંડ બંનેની સજા થઈ શકે છે.
ADVERTISEMENT