ભારે વિરોધ બાદ આખરે રાજસ્થાન ચૂંટણીની તારીખ બદલવામાં આવી

નવી દિલ્હી : ચૂંટણી પંચે રાજસ્થાન ચૂંટણીની તારીખમાં પરિવર્તન કર્યું છે. પહેલા 23 ડિસેમ્બરે વોટિંગની તારીખ નક્કી કરવામાં આવી હતી. તેને હવે બદલવામાં આવી છે.…

Rajasthan Election Date change

Rajasthan Election Date change

follow google news

નવી દિલ્હી : ચૂંટણી પંચે રાજસ્થાન ચૂંટણીની તારીખમાં પરિવર્તન કર્યું છે. પહેલા 23 ડિસેમ્બરે વોટિંગની તારીખ નક્કી કરવામાં આવી હતી. તેને હવે બદલવામાં આવી છે. સ્થાનિક લેવલે વિરોધ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Rajasthan Election Date Change

ચૂંટણી પંચે રાજસ્થાન ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. પહેલા 23 નવેમ્બરે મતદાનની તારીખ નક્કી કરવામાં આવી હતી. હવે તેને બદલી દેવામાં આવી છે. હવે 25 નવેમ્બરે વોટિંગ થશે. તારીખ બદલવા અંગે અલગ-અલગ સંગઠનો તરપથી માંગ કરવામાં આવી હતી. કારણ કે 23 તારીખે દેવ ઉઠી એકાદશી છે અને તેવામાં 23 નવેમ્બરે મોટી સંખ્યામાં લગ્ન હોય છે. જેને ધ્યાનમાં રાખીને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજકીય અને સામાજિક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો

ચૂંટણી પંચે સોમવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની સાથે રાજસ્થાનની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. પાંચ રાજ્યોમાં સાત નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે મતદાન થવાનું છે. મતની ગણત્રી 3 ડિસેમ્બરે થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજસ્થાનના અનેક સામાજિક અને ધાર્મિક સંગઠનોએ 23 નવેમ્બરે ચિંતા વ્યક્ત કરી હતી. તેનું કહેવું હતું કે, 23 નવેમ્બરે અનેક લગ્નો હતા. તેવામાં તેમને વોટિંગની પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

    follow whatsapp