નવી દિલ્હી : એક સમયે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર મંકિપોક્સને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ઘાતક ગણાતો મંકિપોક્સ હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીમાંથી હટાવી દીધો છે. વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અધનોમે જાહેરાત કરી છે કે, મંકિપોક્સ હવે કોઈ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સ નથી રહી. ગત અઠવાડિયે વિશ્વ આરોગ્ય સંગઠનની એક બેઠક મળી હતી. જેમાં મંકિપોક્સ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સ નહી હોવાનું તથા તેનાથી કોઇ ખતરો પણ નહી હોવાનું જણાવ્યું હતું. જે પછી આજે વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફે જાહેરાત કરી હતી. ચીફ ટેડ્રોસ અધનોના અનુસાર છેલ્લા 3 મહિનામાં કેસમાં 90 ટકા ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT
વિશ્વ આરોગ્ય સંગઠને જાહેરાત કરી
વિશ્વ આરોગ્ય સંગઠનની જાહેરાત બાદ મોટી ચિંતા ટળી છે. વિશ્વમાંથી હવે મંકિપોક્સના કેસમાં ઘટાડો થવા લાગ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંકિપોક્સ 111 દેશોમાં ફેલાયેલો હતો. જેના કારણે 140 થી વધારે લોકોના મોત નિપજ્યાં હતા. WHO ના અધિકારી ડેવિડ હેમેને જણાવ્યું કે, મનુષ્યમાં સેક્સ દ્વારા મંકીપોક્સ વધારે ફેલાઇ રહ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં કેસો વધી રહ્યા છે. WHO અનુસાર દક્ષિણ આફ્રિકન દેશોમાં પ્રતિ વર્ષે હજારો લોકો મંકીપોક્સનો ચેપ લાગતો હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ હોય છે.
મંકી પોક્સ કેવી બિમારી હતી?
મંકી પોક્સ એક દુર્લભ અને ગંભીર પ્રકારની વાયરલ બિમારી ગણાતી હતી. ફ્લૂ જેવી ગણાતી આ બિમારીમાં લિમ્ફ નોડ્સમાં સોજો આવે છે. ચહેરા અને શરીર પણ દાણા દાણા જેવું થઇ જાય છે. સંક્રમણ 2 થી 4 અઠવાડીયા સુધી ચાલે છે. આ વાયરસ લોકોમાં જો કે સરળતાથી નથી ફેલાતો. દર્દીના શરીરના પ્રવાહી કે મંકીપોક્સના જખમના સંપર્કમાં ફેલાતો હોય છે. વાંદરાઓ, ઉંદરો અને ખિસકોલી જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કથી ફેલાઇ શકે છે. વાયરસથી દૂષિત વસ્તુઓ, જેમ કે પથારી અને કપડાના સંપર્ક દ્વારા પણ ફેલાઇ શકે છે.
આ રોગનાં શું હતા લક્ષણો
તાવ, માથાનો દુખાવો, સોજા, પીઠ દર્દ, માંસપેશીઓમાં દુખાવો થાય છે. એકવાર તાવ ઉતરી જાય પછી આખા શરીરમાં ફોલ્લીઓ થાય છે. ચહેરા પર ફોડકીઓ થવા લાગે છે. સામાન્ય રીતે હાથની હથેળી અને પગના તળીયામાં ફોડલાઓ થાય છે. ફોડલાઓના કારણે ખંજવાળ આવવા લાગે છે. ફોડલીઓ સુકાઇ જતા પોપડીની જેમ ખરી પડે છે. 14-21 દિવસ સુધી આ ચેપ જોવા મળે છે.
ADVERTISEMENT