Salangpur Temple Controversy: સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. ભીંતચિત્રોને પગલે સાધુ-સંતો આકરા પાણીએ છે. ભીંતચિત્રોને હટાવી દેવા માટેની માંગણી કરાઇ રહી છે. બીજી તરફ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સમુદાયના 60 સંતોની હાજરીમાં બેઠક આયોજીત કરાઇ હતી. આ 3 કલાકની બેઠકમાં મહત્વનો કોઇ જ નિર્ણય લેવાયો નહોતો.
ADVERTISEMENT
પત્રકાર પરિષદ કરીને માત્ર બે લાઇન બોલીને ચાલતી પકડી
સાળંગપુર વિવાદ અંગે ત્રણ કલાકની બેઠક બાદ વડતાલના સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ આયોજીત કરી હતી. જેમાં તેઓ માત્ર 2 જ શબ્દોની જાહેરાત કરી હતી. સમિતીની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે. ડૉ. સંત વલ્લભદાસજીએ કહ્યું કે, સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સનાતન પરંપરાનો એક ભાગ છે. આજે આ વિવાદનો સુખદ ઉકેલ આવે તેવું સઉ સંતોએ એક સુરમાં કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાનો અને સંતો સત્સંગના અગ્રણીઓ આજે અમે સમિતીમાં નિમણૂંક કરી છે. આ સમિતિ ચર્ચા વિચારણા કરીને ટુંક જ સમયમાં યોગ્ય નિર્ણય કરશે. આપણા સનાતન હિન્દુ ધર્મના હિતોને ધ્યાને રાખીને નિર્ણય કરશે, સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દેવના ચરણોમાં દ્રઢ વિશ્વાસ છે.
6 મંદિરના 50 સંતોએ 3 કલાક બેઠક કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહ્યા હતા. જેમાં વડતાલ, જૂનાગઢ,ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ બેઠકમાં હાજર હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં આરએસએસના આગેવાનોએ પણ ખાસ હાજરી આપી હતી.
નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં આવે તેવો નિર્ણય થશે
સાળંગપુર વિવાદ અંગે ત્રણ કલાકની બેઠક બાદ વડતાલના સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ આયોજીત કરીને કહ્યું કે, સમિતીની રચના કરવામાં આવી છે. સમિતી દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષે આવે તે પ્રકારે કરવામાં આવશે. તેમણે કહ્યું કે સનાતન સંપ્રદાય પણ સનાતનનો જ એક ભાગ છે. અમે તમામ સંતોએ એક જ સુરમાં કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય વિવાદનો સુખદ ઉકેલ આવે તે પ્રકારે સૌ સંતોએ એક સુરમાં પ્રાર્થના કરી છે. સમિતી ચર્ચા વિચારણા કરીને ટુંક જ સમયમાં નિર્ણય કરશે. આપણે સનાતન હિન્દુ ધર્મના હિતનો નિર્ણય લેશે.
ADVERTISEMENT