ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે 1 કલાકની ગુપ્ત બેઠક બાદ બિહારના પૂર્વ DGP બન્યા ‘ગુપ્તેશ્વર મહારાજ’, વિશ્વભરમાં કરશે રામ કથા

રાંચી: બિહારના ભૂતપૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે કે જેમને જીયર સ્વામીજીએ જગતગુરુ રામાનુજાચાર્યનું બિરુદ આપ્યું છે. ગુપ્તેશ્વર પાંડે હવે સ્વામીજીના આદેશને અનુસરીને તેઓ સનાતન ધર્મનો પ્રચાર…

gujarattak
follow google news

રાંચી: બિહારના ભૂતપૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે કે જેમને જીયર સ્વામીજીએ જગતગુરુ રામાનુજાચાર્યનું બિરુદ આપ્યું છે. ગુપ્તેશ્વર પાંડે હવે સ્વામીજીના આદેશને અનુસરીને તેઓ સનાતન ધર્મનો પ્રચાર કરશે. ગુપ્તેશ્વર પાંડેના જણાવ્યા અનુસાર ત્રિદંડી સ્વામીજીના પરમ શિષ્ટ લક્ષ્મી પ્રપન્ના જીયર સ્વામીજી સમક્ષ રામાનુજાચાર્ય પરંપરાને આગળ ધપાવવાનું વ્રત લીધું છે. આ માટે બાકીનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. ઝારખંડના ગરવાપા જિલ્લાના ગંગોંતરી બ્લોકના પાલ્હે જતપુરા ગામમાં આયોજિત લક્ષ્મી નારાયણ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે જિયર સ્વામી 4 જૂનથી અહીં હાજર રહ્યા છે.

હવે ગુપ્તેશ્વર મહારાજ વિદેશમાં સનાતનનો પ્રચાર કરશે
ગુપ્તેશ્વર પાંડે હવે ગુપ્તેશ્વર મહારાજ તરીકે ઓળખાશે. તેઓ જૂન-જુલાઈમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક જઈને સનાતન ધર્મનો પ્રચાર કરશે. આ પછી ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ જશે. સપ્ટેમ્બરમાં મેલબોર્ન, સિડની, ઓસ્ટ્રેલિયાની આધ્યાત્મિક યાત્રા પર જશે. ફિજીમાં પણ રામકથા કરવામાં આવશે.

ગુપ્તેશ્વર પાંડે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખૂબ માને છે
મે મહિનામાં જ્યારે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હનુમંત કથા કરવા બિહારના પટનાના નૌબતપુર ગયા હતા, ત્યારે ગુપ્તેશ્વર પાંડેએ તેમની સાથે ખાનગી વાતચીત કરી હતી. આ બેઠક 14 મેના રોજ રાત્રે 11 વાગે હોટલમાં એક કલાક સુધી ચાલી હતી.

ચૂંટણીના મેદાને ઉતરવાના હતા ગુપ્તેશ્વર પાંડે
અગાઉ એવી ચર્ચા હતી કે ગુપ્તેશ્વર પાંડે નિવૃત્તિ બાદ રાજકારણમાં પ્રવેશ કરશે. ગુપ્તેશ્વર પાંડેને જાન્યુઆરી 2019માં બિહારના ડીજીપી બનાવવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ 28 ફેબ્રુઆરી 2021 સુધીનો હતો. જો કે, તેમણે તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે 2014ની લોકસભા ચૂંટણી પહેલા VRS માટે અરજી પણ કરી હતી, પરંતુ બક્સર લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતાં VRS અરજી પાછી ખેંચી લીધી હતી.

    follow whatsapp