શારજાહ: એશિયા કપ 2022ની સીઝન હવે વધારે રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા ટીમનું ફાઈનલમાં જવાનું નક્કી થઈ ગયું છે. આ વચ્ચે હારનારી ટીમના ફેન્સની નિરાશા અને ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાય છે.
ADVERTISEMENT
બુધવારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી. અંતિમ ઓવર સુધી કોઈને ખબર નહોતી કે મેચ કોણ જીતશે. પરંતુ છેલ્લી ઓવરમાં સતત બે છગ્ગા મારીને પાકિસ્તાને આ મેચ જીતી લીધી.
PAK ફેન્સ સળી કરતા વિફર્યા
રિપોર્ટ્સ મુજબ સૌથી પહેલા મેચ જીતતાની સાથે જ સ્ટેડિયમ બહાર પાકિસ્તાની ફેન્સે હોબાળો શરૂ રી દીધો. તેમણે અફઘાનિસ્તાની ફેન્સ પર હુમલો કર્યો હતો. આ બાદ ગુસ્સે થયેલા અફઘાની ફેન્સે ભારે તોફાન મચાવ્યું અને પાકિસ્તાની ક્રિકેટ ફેન્સને ખુરશીથી ફટકાર્યા.
અફઘાની ફેન્સે ખુરશીઓ તોડીને મારી
શારજાહના સ્ટેડિયમમાં જ અફઘાનિસ્તાની ફેન્સે ખુરશી તોડવાનું અને ઉખાડવાનું શરૂ કરી દીધું. તેમણે ખુરશીઓ ઉખાડીને જીતથી ખુશ થઈ રહેલા પાકિસ્તાની ફેન્સ પર ફેંકી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
મારા મારીનો વીડિયો થયો વાઈરલ
વીડિયોમાં જોઈ શકાય છે કે ઉપદ્રવ કરનારા ફેન્સના હાથોમાં અફઘાનિસ્તાનનો ઝંડો છે. તેમણે કપડા અને શરીર પર દેશનો ઝંડો પણ બનાવી રાખ્યો છે. તે જે બાજુ ખુરશીઓ ફેંકી રહ્યા છે ત્યાં ભીડમા લોકો પાસે પાકિસ્તાની ઝંડો છે. એટલે કે સ્પષ્ટ છે કે હાર બાદ અફઘાનિસ્તાની ફેન્સે નિશાનો બનાવતા આ ખુરશીઓ ફેંકી. વીડિયોમાં અફઘાનિસ્તાની ફેન્સ ખુરશીઓ પાકિસ્તાની ફેન્સને મારતા પણ દેખાય છે.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનની ટીમે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 6 વિકેટમાં 129 રન બનાવ્યા હતા. ટીમ માટે ઈબ્રાબિમ જારદાને સૌથી વધુ 35 રન બનાવ્યા. આ બાદ 130 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ. ટીમે 118 રનમાં જ 9 વિકેટ ગુમાવી ચૂકી હતી. પરંતુ છેલ્લી ઓવરમાં નસીમ શાહે સતત બે છગ્ગા મારીને મેચ જીતાડી દીધી.
ADVERTISEMENT