પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું! તાલિબાનો સાથે ભારે ગોળીબાર, બોર્ડર સીલ કરાઈ

Pakistan and Afghanistan border: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની તોરખામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. બંને દેશો તરફથી ભારે ગોળીબાર બાદ તોરખામ બોર્ડર ટર્મિનલ કોઈપણ…

gujarattak
follow google news

Pakistan and Afghanistan border: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની તોરખામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. બંને દેશો તરફથી ભારે ગોળીબાર બાદ તોરખામ બોર્ડર ટર્મિનલ કોઈપણ પ્રકારની અવરજવર માટે બંધ કરી દેવામાં આવી છે.

બંને દેશોની બોર્ડર સીલ કરાઈ

‘ધ ખુરાસાન ડાયરી’ અનુસાર, નામ જાહેર ન કરવાની શરતે, એક વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીએ કહ્યું કે, સેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સ્થિતિને શાંત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

તાલિબાન સત્તામાં આવ્યું ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ

જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યું છે ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય રહ્યા નથી. હકીકતમાં, ગયા વર્ષે એપ્રિલમાં પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનારમાં હવાઈ હુમલા કરીને 36 તાલિબાન લોકોને મારી નાખ્યા હતા. જોકે, પાકિસ્તાને એરસ્ટ્રાઈકની વાતને ફગાવી દીધી હતી.

    follow whatsapp