Afghan Embassy: ફંડની અછતના કારણે અફઘાન દૂતાવાસ કામ અટકાવવા મજબુર, રાજદ્વારીઓ સામે સંકટ

નવી દિલ્હી : ભારતમાં અફઘાન દુતાવાસે પોતાના તમામ કાર્ય અટકાવવા માટે મજબુર છે. આ દુતાવાસમાં અફઘાનિસ્તાનની ગત્ત અશરફ ગની સરકાર તરફથી રાજદ્વારીઓની નિયુક્તિ કરવામાં આવી…

Afghan embasy call

Afghan embasy call

follow google news

નવી દિલ્હી : ભારતમાં અફઘાન દુતાવાસે પોતાના તમામ કાર્ય અટકાવવા માટે મજબુર છે. આ દુતાવાસમાં અફઘાનિસ્તાનની ગત્ત અશરફ ગની સરકાર તરફથી રાજદ્વારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. હવે તેમની સામે સંકટની સ્થિતિ છે.

Afghan Embassy દ્વારા કાર્યવાહી સ્થગિત કરવા મજબુર

Afghan Embassy News: ભારતમાં અફઘાન દૂતાવાસ પોતાના તમામ ઓપરેશન્સને સસ્પેન્ડ કરવા માટે મજબુર છે. તેના રાજદ્વારીઓની સામે સંકટ પેદા થઇ ગયું છે. તેઓ દેશ છોડવા માટે મજબુર બન્યા છે. સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર દૂતાવાસના અધિકારીઓના ત્રણ અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે, ભારતમાં અફઘાન દૂતાવાસના રાજદુત અને અન્ય વરિષ્ઠ રાજદ્વારીઓના દેશ છોડ્યા બાદ યૂરોપ અને અમેરિકામાં શરણ લીધી છે અને અહીં સંચાલન પણ અટકાવી દીધું છે.

ફંડ ઓછું હોવાના કારણે અફઘાન દૂતાવાસ

બીજી તરફ TOI એ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, દૂતાવાસ બે વર્ષથી ફંડની અછતનો સામનો કરી રહ્યું હતું. ગત્ત અશરફ ગની સરકાર દ્વારા નિયુક્ત રાજદ્વારીઓ દ્વારા ચલાવાઇ રહ્યું હતું. અશરફ ગની સરકારને 2021 માં તાલિબાને ઉખાડી ફેંક્યા હતા. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ ઘટનાક્રમ તાલિબાની રાજદ્વારીઓએ જવાબદારી સંભાળવા માટે રસ્તો સાફ કરી શકે છે. જો કે ભારતે ઓગસ્ટ 2021 માં સત્તા પર કબ્જો કરનારી તાલિબાન સરકારને માન્યતા નથી આપી.

અફઘાન દૂતાવાસે હાલના ઘટનાક્રમ અંગે માહિતી આપી છે. દૂતાવાસે કહ્યું કે, રાજદૂત 18 જુન, 2023 માં હાજર નહોતા આ અવધિ દરમિયાન એક કાર્યવાહક રાજદૂત સક્રિય રીતે મિશનના સંચાલનની દેખરેખ કરી રહ્યા છે.

ભારત પર સમર્થન નહી કરવાના આરોપ લગાવ્યા

દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું કે, અનેક રાજદ્વારીઓને પ્રસ્થાન ભારતમાં વધતી અસમર્થનીય સ્થિતિ સાથે મેળ ખાય છે. અફઘાનિસ્તાનમાં તેમના પરિવારોને તાલિબાનો દ્વારા સતત ધમકીઓ મળી રહી છે. ભારત સરકાર તરફથી સમર્થન ઓછું હોવાના કારણે આ નિર્ણય (ઓપરેશન સસ્પેંડ કરવું) લેવામાં આવ્યો છે. આ ખુબ જ ખેદજનક છે. તે ખેદજનક છે કે ભારત અફઘાનિસ્તાન રાજદ્વારીઓ માટે યોગ્ય વિઝા નવીનીકરણનો સમયગાળો વધારી રહ્યો છે. તેની સતત ગેરહાજરી પર વિચાર કરવો ખુબ જ દુરની વાત છે.

અફઘાનિસ્તાનના દુતાવાસે કહ્યું કે, આ ઉપરાંત શરણાર્થીઓ પર જિનેવા કન્વેંશનમાં ભારતનું સભ્ય નહી હોવા અને અફઘાન નાગરિકો માટે શરણ પર તેનું વલણ એક ચિંતાજનક પાસુ છે. દિલ્હીમાં અફઘાન શરણાર્થીઓને જે સ્થિતિનો સામનો કરવો પડ્યો તે ભારતમાં હાજર કાયદાને ઉજાગર કરે છે. આ મહત્વપુર્ણ મામલાઓ પર ત્વરિત અને સહાનુભૂતિપુર્ણ સમાધાનની આશા કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા અફઘાનિસ્તાનથી અમેરિકાની વાપસી પહેલા કાબુલથી પોતાના કર્મચારીઓને કાઢી નાખ્યા હતા. ત્યાંથી ભારતની હાજરી નથી. ભારત કહી ચુક્યું છે કે, તાલિબાન સરકારને માન્યતા આપવાનો નિર્ણય લેવામાં તે સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વનું પાલન કરશે.

    follow whatsapp