ઉત્તરાખંડ: IPLની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ફેન્ટેસી એપમાં રમનારો વધુ એક વ્યક્તિ કરોડપતિ બની ગયો છે. ઉત્તરાખંડના દેહરાદૂનના વિકાસ નગર તાલુકાના રહેવાસી અજીત સિંહ તોમરનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું. તેણે 1 કરોડ 40 લાખ રૂપિયાની ઈનામી રકમ જીતી છે.
ADVERTISEMENT
બે ટીમો બનાવી હતી, બંનેને જેકપોટ લાગ્યો
જાગરણના એક સમાચાર મુજબ અજીત કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. શનિવાર, 1 એપ્રિલના રોજ, લખનૌ સુપરજાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન, ફેન્ટસી એપમાં તેણે બે અલગ-અલગ કેટેગરીમાં ટીમ બનાવી હતી. જેમાં પ્રથમ કેટેગરીમાં વિજેતાને 1.50 કરોડ રૂપિયા મળવાના હતા, જ્યારે બીજી કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવનારને 1 કરોડ રૂપિયા મળવાના હતા.
બંને ટીમોમાંથી કેટલા રૂપિયા જીત્યો
અજીત સિંહ તોમરે બંને કેટેગરીમાં લોટરી જીતી હતી. 1 કરોડની કેટેગરીમાં અજીતની ટીમે પ્રથમ નંબર મેળવીને 1 કરોડ જીત્યા, જેમાંથી તેને ટેક્સ બાદ 70 લાખ રૂપિયા મળ્યા. અને 1.50 કરોડની કેટેગરીમાં તે બીજા ક્રમે રહ્યો. જેમાં તેણે 40 લાખ રૂપિયા જીત્યા હતા. જેમાંથી તેને ટેક્સ બાદ 28 લાખ રૂપિયા મળ્યા હતા. આ રીતે, તેણે બંને કેટેગરીમાં 1.40 કરોડ રૂપિયા જીત્યા હતા, પરંતુ ટેક્સ કાપ્યા પછી, તેના ખાતામાં 98 લાખ રૂપિયા આવ્યા. આટલા મોટા જેકપોટ લાગ્યા પછી હવે તેની ખુશીનું કોઈ ઠેકાણું નથી.
અગાઉ ડ્રાઈવરે 1.50 કરોડ રૂપિયા જીત્યા હતા
ઉલ્લેખનીય છે કે આ પહેલા IPL સીઝનમાં મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના રહેવાસી શહાબુદ્દીન મન્સુરીની પણ આવી જ કિસ્મત હતી. તે રાતોરાત કરોડપતિ બની ગયો છે. સેંધવાના વોર્ડના ઘોરશાહ વલી બાબા મોહલ્લાના રહેવાસી શહાબુદ્દીન મન્સૂરી વ્યવસાયે ડ્રાઈવર છે. તેનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે. છેલ્લા 2 વર્ષથી તે ઓનલાઈન ગેમિંગ એપ પર ટીમ બનાવીને પોતાનું નસીબ અજમાવી રહ્યો હતો. રવિવારે પંજાબ કિંગ્સ ઈલેવન અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ દરમિયાન, શહાબુદ્દીને 49 રૂપિયાની એન્ટ્રી ફી સાથે રમતમાં પોતાની ટીમ બનાવી હતી. સદભાગ્યે, તેની ટીમ પ્રથમ સ્થાને રહી અને 1.50 કરોડ રૂપિયાની મોટી ઈનામી રકમ જીતી હતી.
(નોંધ: ઓનલાઈન બેટિંગથી લત લાગી શકે છે અને તેમાં નાણાકીય જોખમ પણ સામેલ છે એટલે પોતાની જવાબદારીથી આ પ્રકારની એપમાં પૈસા લગાવવા.)
ADVERTISEMENT