Ram Mandir: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ નહીં થાય લાલકૃષ્ણ અડવાણી અને અમિત શાહ, જાણો અચાનક કેમ લીધો નિર્ણય

Ram Mandir Pran Pratishtha Update: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી આજે (22 જાન્યુઆરી) નવા રાર મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં…

gujarattak
follow google news

Ram Mandir Pran Pratishtha Update: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી આજે (22 જાન્યુઆરી) નવા રાર મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ નહીં થાય. તેમણે ઠંડી અને ખરાબ હવામાન હોવાને કારણે અયોધ્યાનો પ્રવાસ રદ્દ કર્યો છે. લાલકૃષ્ણ અડવાણીની ઉંમર 96 વર્ષ છે. આવી સ્થિતિમાં તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમિત શાહ પણ નહીં જાય અયોધ્યા

લાલકૃષ્ણ અડવાણી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ નહીં થાય. શાહ પોતાના પરિવાર સાથે બિરલા મંદિરમાં હાજર રહેશે અને ત્યાંથી લગભગ 3 કલાક સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લાઈવ નિહાળશે. અલગ-અલગ કાર્યક્રમના શેડ્યૂલને કારણે ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ અયોધ્યા જઈ શકશે નહીં.

RSSના પદાધિકારીઓએ આપ્યું હતું આમંત્રણ

તમને જણાવી દઈએ કે, RSSના પદાધિકારી કૃષ્ણ ગોપાલ, રામલાલ અને આલોક કુમાર લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા અને તેમને રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે આ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે તેમને આવા ભવ્ય પ્રસંગે હાજર રહેવાની તક મળી છે.

22 જાન્યુઆરીએ અપાયું હતું આમંત્રણ

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણીને 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આયોજકોએ કહ્યું હતું કે, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન લાલકૃષ્ણ તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

    follow whatsapp