ADR Report: ફરી એકવાર લોકસભાના ચૂંટણી પરિણામ શંકાના દાયરામાં આવ્યા છે. હાલમાં ADR રિપોર્ટમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે કે, લોકસભાની ચૂંટણીમાં EVM માં પડેલા મત અને મત ગણતરીના આંકડામાં તફાવત જોવા મળ્યો છે. રિપોર્ટમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, લોકસભા ચૂંટણીમાં 362 સંસદીય મતવિસ્તારોમાં થયેલા કુલ મતો કરતાં 5,54,598 મત ઓછા ગણવામાં આવ્યા હતા. ત્યાં 176 સંસદીય મતવિસ્તાર છે જ્યાં કુલ પડેલા મતો કરતાં 35,093 વધુ મતોની ગણતરી કરવામાં આવી છે. જેમાં જો ગુજરાતની વાત કરવામાં આવે તો 26 લોકસભા બેઠકમાંથી 24 બેઠકમાં કુલ 15,521 મતનો ફેરફાર જોવા મળ્યો છે. રિપોર્ટ સામે આવ્યા બાદ હવે ઈલેક્શન કમિશનની પારદર્શિતા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
ADVERTISEMENT
લોકસભાના પરિણામમાં મતગણતરીમાં તફાવત
રિપોર્ટ અનુસાર, લોકસભા ચૂંટણી પરિણામમાં ગુજરાતની કુલ 26 બેઠકમાંથી 24 બેઠકની વાત કરવામાં આવે તો 15 બેઠક એવી છે જ્યાં ઓછા મત ગણવામાં આવ્યા છે. 15 બેઠકમાં કુલ મત કરતાં 14,736 ઓછા મત ગણવામાં આવ્યા છે. જ્યારે બાકીની 9 બેઠક પર કુલ મત કરતાં 785 મતની વધુ ગણતરી કરવામાં આવી છે. જોકે, મતમાં તફાવત ટે કોઈ હાર કે જીત માટે જવાબદાર થતો નથી, પરંતુ આ મુદ્દો ચોક્કસથી ચૂંટણીપંચની વિશ્વસનિયતા પર સવાલ કરી રહ્યો છે.
ક્યાં-કેટલા મત વધુ ગણવામાં આવ્યા
ક્રમ | બેઠક | કુલ મતદારો | ગણેલા મત | પડેલાં મત | તફાવત |
1 | નવસારી | 2223550 | 1326543 | 1326542 | 1 |
2 | પંચમહાલ | 1896743 | 1116210 | 1116171 | 39 |
3 | પોરબંદર | 1768212 | 916558 | 916519 | 39 |
4 | રાજકોટ | 2112273 | 1260778 | 1260768 | 10 |
5 | સાબરકાંઠા | 1976349 | 1256286 | 1256210 | 76 |
6 | સુરેન્દ્રનગર | 2033419 | 1120179 | 1120128 | 51 |
7 | ભરુચ | 1723353 | 1192000 | 1191877 | 123 |
8 | દાહોદ | 1875136 | 1112249 | 1112211 | 38 |
9 | કચ્છ | 1943136 | 1090881 | 1090878 | 3 |
ક્યાં-કેટલા મત ઓછા ગણવામાં આવ્યા
ક્રમ | બેઠક | કુલ મતદારો | ગણેલા મત | પડેલાં મત | તફાવત |
1 | BARDOLI | 2048408 | 1324475 | 1327669 | 3194 |
2 | AHMEDABAD WEST | 1726987 | 957571 | 957573 | 2 |
3 | JUNAGADH | 1795110 | 1057454 | 1057462 | 8 |
4 | GANDHINAGAR | 2182736 | 1304840 | 1305197 | 357 |
5 | VADODARA | 1949573 | 1200380 | 1200768 | 388 |
6 | JAMNAGAR | 1817864 | 1047992 | 1048410 | 418 |
7 | AHMEDABAD EAST | 2038162 | 1114791 | 1115317 | 526 |
8 | MAHESANA | 1770617 | 1059316 | 1059938 | 622 |
9 | CHHOTA UDAIPUR | 1821708 | 1258990 | 1259760 | 770 |
10 | VALSAD | 1859974 | 1351637 | 1352413 | 776 |
11 | BANASKANTHA | 1961924 | 1365141 | 1365989 | 848 |
12 | ANAND | 1780182 | 1156426 | 1157763 | 1337 |
13 | PATAN | 2019916 | 1181373 | 1182950 | 1577 |
14 | BHAVNAGAR | 1916900 | 1031533 | 1033629 | 2096 |
15 | KHEDA | 2007404 | 1164397 | 1166619 | 2222 |
2019માં પડેલા અને ગણેલા મતો વચ્ચે 739104 મતોનો તફાવત હતો
2019ની લોકસભા ચૂંટણીને લઈને નિષ્ણાતોની ટીમ અને ADR દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ, '542 મતવિસ્તારોના વિશ્લેષણમાં 347 બેઠકોમાં વિસંગતતા જોવા મળી હતી. 195 બેઠકો પર કોઈ મતભેદ નથી. આ વિસંગતતાઓ 1 મત (સૌથી ઓછા) થી 101323 મત (સૌથી વધુ) એટલે કે કુલ પડેલા મતોના 10.49 ટકા સુધીની છે. 6 બેઠકો એવી હતી કે જ્યાં મત અને ગણતરી વચ્ચેનો તફાવત વિજયના માર્જિન કરતાં વધુ હતો. એકંદરે, મતદાન અને ગણતરીમાં 739104 મતોનો તફાવત હતો.
ADVERTISEMENT