ADITYA-L1 મિશનનું કાઉન્ટડાઉન શરૂ, લોન્ચિંગથી પહેલા ISRO ચીફ સોમનાથે મંદિરમાં કરી પૂજા

ADITYA-L1 Mission: ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં ચંદ્રયાન-3 ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી, ભારત હવે તેનું ધ્યાન સૂર્ય તરફ ફેરવી રહ્યું છે. ISRO દ્વારા નિર્મિત Aditya-L1…

gujarattak
follow google news

ADITYA-L1 Mission: ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં ચંદ્રયાન-3 ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી, ભારત હવે તેનું ધ્યાન સૂર્ય તરફ ફેરવી રહ્યું છે. ISRO દ્વારા નિર્મિત Aditya-L1 અવકાશયાન 2 સપ્ટેમ્બરે લોન્ચ માટે તૈયાર છે. ભારત સૌપ્રથમવાર સૂર્ય વિશે માહિતી એકત્ર કરવા માટે એક મિશન શરૂ કરી રહ્યું છે. તેની સફળતા માટે, ISROના વડા એસ સોમનાથે આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લાના ચાંગાલમ્મા પરમેશ્વરી મંદિરમાં પ્રાર્થના કરી હતી.

આ મિશન અંગે ઈસરોએ કહ્યું કે, સૂર્ય મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવશે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તે લોન્ચ થયાના બરાબર 127 દિવસમાં તેના પોઈન્ટ L1 પર પહોંચી જશે.

ઈસરોના વડાએ કહ્યું કે, આદિત્ય એલ-1 મિશન સૂર્યનું અવલોકન કરવા માટે ઈસરોનું પ્રથમ સમર્પિત અવકાશ મિશન બનવા જઈ રહ્યું છે. લોન્ચિંગની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રોકેટ અને સેટેલાઇટ તૈયાર છે. લોન્ચિંગ માટે રિહર્સલ પણ પૂર્ણ થઈ ગયું છે. ઈસરોનું સૌથી ભરોસાપાત્ર રોકેટ PSLV-C57 આદિત્ય-L1ને પૃથ્વીની લોઅર અર્થ ઓર્બિટમાં લોન્ચ કરશે. આ પછી, ત્રણ અથવા ચાર ભ્રમણકક્ષાના દાવપેચ કર્યા પછી, તે સીધા પૃથ્વીના પ્રભાવના ક્ષેત્ર (SOI) ની બહાર જશે. ત્યારબાદ ક્રુઝનો તબક્કો શરૂ થશે. આ થોડો સમય ચાલશે.

સૂર્ય મિશનને લાઈવ જોવા માટે ISROએ લિંક જારી કરી

IRSOની વેબસાઈટ- https://isro.gov.in પર
ફેસબુક- https://facebook.com/ISRO
યુ-ટ્યુબ- https://youtube.com/watch?v=_IcgGYZTXQw
DD નેશનલ ટીવી -11:20 વાગ્યાથી

આદિત્ય મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

આદિત્ય સૂર્યના કોરોનામાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે. સૌર વાતાવરણને સમજવાનો પ્રયત્ન કરશે. સૌર પવનોના વિતરણ અને તાપમાનનો અભ્યાસ કરશે. સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેની શું અસર થાય છે તેનો અભ્યાસ કરશે.

આદિત્ય-એલ1માં શું છે ખાસ, કેમ અલગ છે?

આદિત્ય-એલ1 એ ભારતનું પ્રથમ સૌર મિશન છે. સૌથી મહત્વપૂર્ણ પેલોડ વિઝિબલ લાઇન એમિશન કોરોનાગ્રાફ (VELC) છે. તે ભારતીય એસ્ટ્રોફિઝિક્સ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. સૂર્યયાન પાસે 7 પેલોડ છે. જેમાંથી 6 પેલોડ ઈસરો અને અન્ય સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે.

આદિત્ય-L1 અવકાશયાન પૃથ્વી અને સૂર્યની વચ્ચેની L1 ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. એટલે કે, સૂર્ય અને પૃથ્વી સિસ્ટમ વચ્ચેનો પ્રથમ લેગ્રેન્જિયન બિંદુ. એટલા માટે તેના નામ સાથે L1 જોડાયેલ છે. L1 વાસ્તવમાં અંતરિક્ષની પાર્કિંગ સ્પેસ છે. જ્યાં અનેક ઉપગ્રહો તૈનાત છે. ભારતનું સૂર્યયાન પૃથ્વીથી 15 લાખ કિમી દૂર સ્થિત આ બિંદુ પરથી સૂર્યનો અભ્યાસ કરશે. નજીક નહીં જાય.

    follow whatsapp