અદાણીના શેર થયા રોકેટ, શેરમાં થઇ રહેલા ઘટાડા પર બ્રેક જોવા મળી હતી

અમદાવાદ : ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપની લગભગ તમામ કંપનીઓના શેરમાં ભારે ઘટાડા અંગે મંગળવારે બ્રેક લાગી ગઇ હતી. શેરોમાં સતત થઇ રહેલા ઘટાડા પર…

gujarattak
follow google news

અમદાવાદ : ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપની લગભગ તમામ કંપનીઓના શેરમાં ભારે ઘટાડા અંગે મંગળવારે બ્રેક લાગી ગઇ હતી. શેરોમાં સતત થઇ રહેલા ઘટાડા પર મંગળવારે બ્રેક લાગી ગઇ હતી. ADANI WILMAR થી માંડીને ADANI PORT સુધીના તમામ શેરોમાં કાં તો તેજી જોવા મળી અથવા તો કોઇ ઘટાડો થયો નહોતો. અદાણી એન્ટરપ્રાઇઝના શેરબજારની શરૂઆતની સાથે જ જબરદસ્ત 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગત્ત 24 જાન્યુઆરી, 2023 ના રોજ ગ્રુપ અંગે અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ પબ્લિશ થયા બાદથી આ શેરોમાં સુનામી આવ્યું હતું.

સવારે બજાર શરૂ થતાની સાથે જ ઉછાળો જોવા મળ્યો હતો
ગૌતમ અદાણીની કંપનીના શેરોમાં તેજીના સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી મોટા ભાગના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સવારો સામાન્ય તેજી બાદ કેટલાક શેરોમાં સાંજે સામાન્ય ઘટાડો પણ નોંધાયો હતો. હિડનબર્ગના રિપોર્ટ બાદ 66 ટકા સુધી અદાણીના શેરમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે 117 અબજ ડોલરનો ઘટાડો આવ્યો હતો. ગૌતમ અદાણી વિશ્વના ટોપના અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાને સોમવારે 22 મા નંબર પર પહોંચી ગયા હતા. આ સંકટના સમયમાં મંગળવારે અધાણીના શેરમાં તેજી અથવા તો સ્થિરતા જોવા મળી હતી.

હિડનબર્ગના રિપોર્ટની અસર ઓસરી રહી છે
અત્રે ઉલ્લે્ખનીય છે કે, ગત્ત 14 દિવસથી ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહેલા અદાણી ગ્રુપે સોમવારે પોતાના ગિરવે મુકેલા શેરને સમય પહેલા છોડાવવાની જાહેરાત કરી હતી. જેના માટે કંપનીએ 9185 કરોડ રૂપિયાની ચુકવણી માટે તૈયાર છે. આ સમાચાર અસર મંગળવારે ગ્રુપની કંપનીઓના શેરોમાં જોવા મળી હતી. આ ઉપરાંત એક રિપોર્ટ અનુસાર નેશનલ સ્ટોક એક્સચેંજ NSE માં અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનની સર્કિટ લિમિટને સંશોધિત કરીને 5 ટકા કરી દેવામાં આવી હતી.

    follow whatsapp