મુંબઈ: એક્ટ્રેસ-મૉડલ અને હોસ્ટ મિની માથુરે સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે ‘ઈન્ડિયન આઈડલ’ની 6 સીઝન હોસ્ટ કરી છે. 6 વર્ષ સુધી ‘ઈન્ડિયન આઈડલ’ હોસ્ટ કર્યા પછી અચાનક તેણે શો છોડવાનો નિર્ણય કર્યો. આ સાથે જ મિની માથુરે શો છોડવાનું કારણ જણાવ્યું છે.
ADVERTISEMENT
મિની માથુરે ઇન્ડિયન આઇડલ કેમ છોડ્યો?
‘ઇન્ડિયન આઇડોલ’ ટેલિવિઝન પર લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શોમાંનો એક છે. ઘણા વર્ષોથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. ઈન્ડિયન આઈડલે ઈન્ડસ્ટ્રીને ઘણા મોટા સિંગર્સ પણ આપ્યા છે. બીજી તરફ મીની માથુર કહે છે કે હવે તેમાં રિયાલિટી જેવું કંઈ નથી. એક પોડકાસ્ટમાં તેણે શો વિશે ઘણી ચોંકાવનારી વાતો શેર કરી હતી. મિની કહે છે કે તેને શોમાં દરેક વ્યક્તિ પ્રત્યે ઘણો લગાવ હતો. તે સ્પર્ધકોને પોતાના ઘરે ડિનર માટે પણ આમંત્રિત કરતી હતી. પરંતુ પછી ધીરે ધીરે શોએ તેનો ચાર્મ ગુમાવ્યો. શો વિશે તે કહે છે, ‘અમારા નિર્માતા મારી પાસે આવતા હતા અને કહેતા હતા કે ધરમજી અને હેમા હવે આવી રહ્યા છે, તેમની કોઈ મોમેન્ટ કરવાની છે. મેં કહ્યું કે મોમેન્ટ કરવાની હોય કે જાતે બને. આ એવી વસ્તુ નથી જે હું કરવા ઈચ્છું છું. તે માત્ર આઈડલ નહોતી.
સ્પર્ધકને એક્ટિંગ કરવા કહેવાય છે?
તેણે આગળ કહ્યું, એકવાર તેને કહેવામાં આવ્યું કે એક સ્પર્ધક તેના સંબંધીને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે, જ્યારે તેને પહેલેથી જ ખબર હતી કે તેનો સંબંધી શોમાં આવવાનો છે. મિની કહે છે, ‘મેં તે સમયે શો છોડવાનો નિર્ણય લીધો જ્યારે મને લાગ્યું કે તેમાં કોઈ રિયાલિટી બાકી નથી. મેં 6 સીઝન કર્યા પછી, ધ્યાન ફક્ત પૈસા કમાવવા પર અપાવા લાગ્યું.’ મીની ખૂબ જ દુઃખી છે કે શોમાં રિયાલિટીના નામે ખોટી વસ્તુઓ બતાવવામાં આવી રહી છે. જો કે આ પહેલા પણ ઘણા સેલેબ્સ ‘ઈન્ડિયન આઈડલ’ વિશે આવા નિવેદન આપી ચૂક્યા છે.
ADVERTISEMENT