Actor Govinda: એકનાથ શિંદેના સંપર્કમાં એક્ટર ગોવિંદા, મુંબઈની આ સીટ પરથી લડી શકે છે ચૂંટણી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા હવે તેમની બીજી રાજકીય ઈનિંગ શરૂ કરવા માંગે છે. તાજેતરમાં તેઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી અને ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે તેઓ ઉત્તર પશ્ચિમ મુંબઈ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.

Actor Govinda

ગોવિંદાની રાજકારણમાં રિ-એન્ટ્રી!

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

શિવસેનામાં જોડાઈ શકે છે ગોવિંદા

point

ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટથી લડવાની અટકળો

point

એકનાથ શિંદેની શિવસેનામાંથી ચૂંટણી લડશે ગોવિંદા

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા હવે તેમની બીજી રાજકીય ઈનિંગ શરૂ કરવા માંગે છે. તાજેતરમાં તેઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી અને ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે તેઓ ઉત્તર પશ્ચિમ મુંબઈ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.

ગોવિંદાને ઉતારી શકે છે મેદાનમાં

આ બેઠક પર એકનાથ શિંદે જૂથની દાવેદારી છે અને કદાચ ભાજપની સાથે સીટ શેરિંગમાં તેમને આ મળી પણ જાય. આવી સ્થિતિમાં એકનાથ શિંદે આ સીટથી ગોવિંદાને ઉતારી શકે છે. હાલમાં શિંદે જૂથના ગજાનન કીર્તિકર અહીંથી સાંસદ છે, પરંતુ શિવસેના તેમને બીજી તક આપવા માંગતી નથી.

2004માં ચૂંટણી લડ્યા હતા ગોવિંદા

ગજાનન કીર્તિકરને તક ન મળે તો તો ભાજપ ઈચ્છે છે કે તેના ખાતામાં આ શીટ આવી જાય. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. શિવસેના આ સીટ પર ફરીથી દાવેદારી કરી રહી છે. જો ગોવિંદ ચૂંટણીના મેદાનમાં ઉતારશે તો આ તેમની બીજી ઈનિંગ હશે. આ પહેલા તેઓ 2004માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને તત્કાલિન પેટ્રોલનિયમ મંત્રી રામ નાઈકને હરાવ્યા હતા. 

ગોવિંદાને મળ્યા હતા 5 લાખ 59 હજાર વોટ 

રામ નાઈક સતત 5 વખત સાંસદ હતા, જેમને હરાવીને ગોવિંદાએ હેડલાઈન્સ બનાવી હતી. ગોવિંદાએ લગભગ 50 હજાર વોટથી આ જીત મેળવી હતી. રામ નાઈકની તરફેણમાં 5 લાખ 11 હજાર વોટ પડ્યા, જ્યારે ગોવિંદાને 5 લાખ 59 હજાર વોટ મળ્યા હતા.

2009માં છોડ્યું હતું રાજકારણ

જોકે, રાજકારણમાં ગોવિંદાની પહેલી ઈનિંગ બહુ સારી સાબિત થઈ નહોતી. તેઓ લોકસભા ક્ષેત્રમાં વધારે સમય રહેતા નહોતા. આ કારણે લોકો તેમના પર આરોપ લગાવતા હતા કે તેઓ સંસદીય ક્ષેત્રમાંથી નથી આવતા. આ સિવાય ગોવિંદાએ એમ પણ કહ્યું હતું કે કે રાજકારણમાં આવવું તેની ભૂલ હતી અને તેના કારણે તેની ફિલ્મી કારકિર્દી પર વિપરીત અસર પડી હતી. અંતે ગોવિંદાએ રાજકારણ છોડવાની જાહેરાત કરી હતી. જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે 2007માં ફિલ્મ પાર્ટનર પણ રિલીઝ થઈ હતી. ત્યારબાદ 2009માં ગણાવીને રાજકારણથી દૂરી બનાવી લીધી. પરંતુ હવે તેઓ ફરીથી પોતાનું નસીબ અજમાવવા માંગે છે.

    follow whatsapp