ACP કક્ષાના ઉચ્ચ અધિકારીની આત્મહત્યાથી ચકચાર, 3 દિવસ પહેલા પત્નીનું થયું હતું મોત

નવી દિલ્હી : દિલ્હીમાં આત્મહત્યાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસમાં રહેલા ACP કક્ષાના એક અધિકારીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી જ ગોળી મારીને આત્મહત્યા…

Young Police officer Sucide

Young Police officer Sucide

follow google news

નવી દિલ્હી : દિલ્હીમાં આત્મહત્યાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસમાં રહેલા ACP કક્ષાના એક અધિકારીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ઉચ્ચ IPS અધિકારીની આત્મહત્યાથી સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

દિલ્હી પોલીસમાં ACP અનિલ સિસૌદીયાએ આત્મહત્યા કરી

દિલ્હીમાં આત્મહત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં દિલ્હી પોલીસમાં તહેનાત ACP અનિલ સિસૌદીયાએ ગોળીમારીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ પણ આદરી છે.

પોતાના જ ઘરે સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરતા ચકચાર

મળતી માહિતી અનુસાર ACP ની ઉંમર આશરે 55 વર્ષ હતી. તેમણે જંગપુરા ખાતે પોતાના જ ઘરે સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. 3 દિવસ પહેલા જ તેમની પત્નીનું નિધન થયું હતું. આ ઘટના બાદ પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. દિલ્હી પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. અનિલ સિસોદિયા સાઉથ વેસ્ટ વિસ્તારનાં એસીપી હતા.

    follow whatsapp