Acharya Dhirendra Shastri Brother Viral Video : આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકો પૂજા કરી રહ્યા છે, તેમના આશીર્વાદ લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે, મહિનાઓ સુધી રાહ જોવે છે, પરંતુ તેમના ભાઈ સતત એવા કાંડો કરી રહ્યા છે, જેના કારણે તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે. આ વખતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈએ એવો કાંડ કર્યો છે, જેના કારણે ખુદ ધીરેન્દ્ર શાસ્ત્રી દુઃખી થઈ ગયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે તે મારો ભાઈ જરૂર છે પરંતુ દેશમાં કાયદો પણ છે.
ADVERTISEMENT
શાલિગરામ ગર્ગનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઈ શાલિગરામ ગર્ગનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ઘરમાં ઘુસીને એક પરિવાર સાથે મારપીટ કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે ઘરની સામે એક કાર ઉભી છે અને ઘણા લોક હાથમાં હથિયાર સાથે નીચે ઉભેલા છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ શું કહ્યું?
આરોપ સીધો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઈ શાલિગરામ ગર્ગ પર લાગ્યો તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ આના પર જવાબ આપ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે એક પિતાના ઘણા પુત્ર હોય છે અને તમામના ગુણ અલગ-અલગ હોય છે. હું મારા ભાઈના વ્યવહારથી ખૂબ જ દુઃખી છું. કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ.
હું કાયદાની સાથે છુંઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે હું મારા ભાઈની સાથે નથી, હું કાયદાની સાથે છું. જો હું આવા મામલામાં ફસાયેલો રહીશ તો હું મારું કાર્ય નહીં કરી શકું. લોકોને પોત પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે.
વિવાદોમાં આવી ચૂક્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ
તમને જણાવી દઈએ કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ ઘણી વખત વિવાદોમાં આવી ચૂક્યા છે, તેઓ લગ્નમાં બંદૂક બતાવીને ધમકી આપ્યા બાદ પહેલીવાર વિવાદમાં આવ્યા હતા, પરંતુ આ પછી ગુંડાગીરીના ઘણા આરોપો લાગ્યા હતા. જો કે, આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ વીડિયો જાહેર કર્યો હોય અને પોતાના ભાઈને લઈને કોઈ વાત કરી હોય.
ADVERTISEMENT