ઝારખંડ: હજારીબાગ એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમ સરકારી મહિલા અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધી. મહિલા અધિકારીનું નામ મિથાલી શર્મા હોવાનું સામે આવ્યું છે અને તે ઝારખંડના કોડેર્મામાં 8 મહિના પહેલા કો-ઓપરેટિવ વિભાગમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રારના પદ પર કાર્યરત હતી. આ તેમનું પ્રથમ પોસ્ટિંગ હતું. પહેલા પોસ્ટિંગમાં જ મહિલા ઓફિસર આ રીતે લાંચ લેતા પકડાતા ભારે ચકચાર મચી છે.
ADVERTISEMENT
ACBએ કરી ધરપકડ
અધિકારી મિથાલી શર્માની હજારીબાગ ACB દ્વારા 7 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેમના લાંચ લેતા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધરપકડ બાદ હાલ મિથાલી શર્માને ACBની ટીમ વધુ કાર્યવાહી માટે લઈ ગઈ છે અને લાંચના મામલાની તપાસ ચાલી રહી છે.
20000ની લાંચની માગણી કરી હતી
ઘટના વિશે જણાવતા ACB અધિકારીએ કહ્યું કે, મિથાલી શર્માએ કોડર્મા વ્યાપાર સહયોગ સમિતીમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું અને કેટલીક અનિયમિતતા જોવા મળી હતી. જે બાદ તેમણે સત્તાધિકારીઓ પર પલગા ન લેવા માટે તેમની પાસેથી રૂ.20,000ની લાંચની માગણી કરી હતી. જોકે સંસ્થાના સભ્ય રામેશ્વર યાદવ લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ACB DGને આ અંગે ફરિયાદ કરી હતી.
ACBની ટીમે તપાસ બાદ પુષ્ટિ કરી કે મિથાલી શર્માએ કમિટી પાસેથી રૂ.20,000ની લાંચની માગણી કરી છે. આથી તેમની સામે કેસ નોંધીને ટ્રેપ ગોઠવવામાં આવી. જુલાઈ 7ના રોજ સર્વેલન્સ ટીમ મિથાલી શર્માને લાંચનો પહેલો હપ્તો રૂ. 10,000 લેતા રંગેહાથ પકડી લીધા હતા.
ADVERTISEMENT