જયપુરઃ રાજસ્થાનના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગમાં માહિતી સહાયકનો પ્રારંભિક માસિક પગાર 12,000 રૂપિયા છે. કાયમી થવા પર દર મહિને પગાર વધીને 32 હજાર રૂપિયા થઈ જાય છે. કલ્પના કરો કે માહિતી સહાયક કાર્યકર કેટલી સંપત્તિ હોઈ શકે છે. 5 લાખ, 10 લાખ કે 20 લાખ….. કદાચ પગાર મુજબ, તમે અનુમાન કરી શકો છો. પરંતુ જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમને રાજસ્થાનની એક મહિલા કર્મચારીની પ્રોપર્ટીની જાણ થઈ તો ટીમના અધિકારીઓ પણ ચોંકી ગયા. હા, મંગળવારે રૂ. 6.5 અપ્રમાણસર સંપત્તિ અંગેની માહિતી મળતાં એસીબીની ટીમે પ્રતિભા કમલની જગ્યા પર દરોડો પાડીને સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન મળી આવેલી મિલકત જોઈને એસીબીના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ADVERTISEMENT
લક્ઝૂરી કાર અને દોઢ કિલો સોનુું
એસીબીના ડીજી ભગવાન લાલા સોનીનું કહેવું છે કે આવકથી વધુ સંપત્તિ અંગે ફરિયાદ મળ્યા પછી પ્રતિભા કમલના બંને ઠેકાંણા પર દરોડા કરવામાં આવ્યા. તે દરમિયાન જયપુર સ્થિત ઘરમાંથી 22.90 લાખ રૂપિયા રોકડા સાથે જ દોઢ કિલો સોનાના આભૂષણ, બે કિલો ચાંદી, ચાર લક્ઝરી કાર, એક બીએમ ડબ્લ્યૂ, એક બીએમડબલ્યૂ બાઈક સહિત ઘણી માત્રામાં અચલ સંપત્તિ મળી છે. પ્રતિભા કમલ અને તેમના સંબંધીઓના નામે 11 બેન્ક ખાતા અંગે જાણકારી મળી છે તેમાં વધુ માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે. 12 વીમા પોલિસિઝના દસ્તાવેજ પણ મળ્યા છે. સાથે જ 7 દુકાન અને 13 ઘર સહિતની સંપત્તિના દસ્તાવે જ મળ્યા છે. આ પુરી કાર્યવાહી એડીજી દીનેશ એમએનની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT