નવી દિલ્હી : આગામી વર્ષે આયોજીત થનાર લોકસભા ચૂંટણીમાં હાલ સત્તાપક્ષથી માંડીને વિપક્ષ પોતાની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. સીટોથી માંડીને રાજકીય સમીકરણોની સાથે સાથે જાતીય સમીકરણો સાધી રહ્યા છે. બીજી તરફ એવા સમાચાર આવ્યા કે, ફિલ્મ સ્ટાર અભિષેક બચ્ચ પણ આવતા વર્ષે લોકસભા ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી શકે છે. સમાજવાદી પાર્ટી તેમને પ્રયાગરાજથી ચૂંડણી લડી શકે છે.
ADVERTISEMENT
સપાની સ્પષ્ટતા
જો કે ગુજરાત તક આ અંગે કોઇ પણ ચર્ચાની પૃષ્ટી નથી કરતા. હવે સમાજવાદી પાર્ટીના મીડિયા સેલે અભિષેક બચ્ચન ચૂંટણી લડવા અંગે ટ્વીટ પર સ્પષ્ટતા કરી છે. સપા મીડિયા સેલે ટ્વીટ કરીનેક હ્યું કે, સપા પાસે અનેક મજબુત દાવેદારોની લાંબી લાઇન લાગેલી છે. પ્રયાગરાજથી સપા બહુગુણા પરિવારના જ કોઇ સભ્યને પાર્ટી સિંબલ પર લડાવવાનો વિચાર કરી રહી છે. સંપુર્ણ યુપીમાં ભાજપની સામે મજબુત ઉમેદવાર ઉતારવામાં આવશે. સપાની મજબુતીના કારણે તમામ ભાજપ નેતાઓ પણ સપાની ટિકિટના દાવેદાર છે.
અમિતાભ બચ્ચન રહી ચુક્યા છે સાંસદ
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજ સીટ પર હાલમાં ભાજપની રીતા બહુગુણા જોશી સાંસદ છે. અભિષેક બચ્ચનના પિતા અને મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પણ અલ્હાબાદથી સાંસદ રહી ચુક્યા છે. જ્યારે તેમના માતા સપા તરફથી રાજ્યસભા સાસદ છે. અલ્હાબાદમાં જન્મેલા અમિતાભ બચ્ચે 1984 માં અલ્હાબાદ (હાલ પ્રયાગરાજ) પર ચૂંટણી લડી હતી અને પૂર્વ મુખ્યમંત્રી અને તત્કાલીન દિગ્ગજ નેતા હેમવતી નંદન બહુગુણાને પરાજીત કર્યા હતા.
પ્રયાગરાજમાં કુલ 12 વિધાનસભાઓ
પ્રયાગરાજ ઉત્તરપ્રદેશની સૌથી વધારે વિધાનસભા ધરાવતા શહેરો છે. 16 ઓક્ટોબર, 2018 ના રોજ ઇલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું હતું. પ્રયાગરાજમાં 12 વિધાનસભાઓ છે, જેમાં 9 પર ભારતીય જનતા પાર્ટી, 2 બહુજન સમાજ પાર્ટી અને એક સમાજવાદી પાર્ટીનો કબજો છે. જો કે બંન્ને બસપાના ધારાસભ્યોએ હવે સપાની સાયકલની સવારી કરી લીધી છે. અહીં ઇલાહાબાદ અને ફૂલપુર નામથી બે સંસદીય ક્ષેત્ર છે.
ADVERTISEMENT