કોર્ટમાં તોડફોડ કરીને ઇમરાન ખાનને ઉઠાવી લીધા, PTI એ ઉગ્ર પ્રદર્શનની કરી અપીલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઇમરાનની પાકિસ્તાન રેન્જર્સે કોર્ટ રૂમમાંથી જ ધરપકડ કરી છે. ઈમરાનની ધરપકડ એવા સમયે થઈ…

gujarattak
follow google news

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઇમરાનની પાકિસ્તાન રેન્જર્સે કોર્ટ રૂમમાંથી જ ધરપકડ કરી છે. ઈમરાનની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે તેણે હાલમાં જ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈમરાને આરોપ લગાવ્યો હતો કે મેજર જનરલ ફૈઝલ નસીર તેમની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઈમરાનના આ નિવેદન માટે પાકિસ્તાની સેનાએ તેમને ઠપકો પણ આપ્યો હતો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે.

ઇમરાનની પાકિસ્તાન રેન્જર્સે કોર્ટ રૂમમાંથી જ ધરપકડ કરીને ઘસડીને લઇ જતા જોઇ શકાય છે. ઈમરાનની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે તેણે હાલમાં જ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈમરાને આરોપ લગાવ્યો હતો કે મેજર જનરલ ફૈઝલ નસીર તેમની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે, આ ધરપકડ દરમિયાન વકીલો સાથે પણ મારપીટ થઇ હતી. બંન્ને પક્ષના વકીલો વચ્ચે મારાારી થઇ હતી.

ઇમરાન ખાનના ISI ચીફ અંગેના નિવેદન માટે પાકિસ્તાની સેના દ્વારા ઈમરાનને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર ઈમરાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર રેન્જર્સ દ્વારા અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાન પોતાની વિરુદ્ધ નોંધાયેલા અનેક મામલામાં જામીન મેળવવા અહીં આવ્યા હતા. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો જાહેર કર્યો છે. પક્ષનો દાવો છે કે ઈમરાન ખાનના વકીલ કોર્ટ પરિસરમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા. આપણા લોકતંત્ર અને દેશ માટે કાળો દિવસ.

નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) એ ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાન વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ શરૂ કર્યો. આ કેસમાં સામેલ અન્ય લોકોમાં ભૂતપૂર્વ સંઘીય વિદેશ પ્રધાન ઝુલ્ફીકાર બુખારી અને ભૂતપૂર્વ જવાબદારી સલાહકાર શહઝાદ અકબરનો સમાવેશ થાય છે, જેમને અલ કાદિર ટ્રસ્ટ યુનિવર્સિટી માટે જમીન ફાળવવામાં આવી હતી. હાલ તો આ સમગ્ર મામલે પીટીઆઇ દ્વારા કાર્યકર્તાઓને પ્રદર્શન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. કુલ 9 પીટીઆઇ નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ અંગે સરકારે દાવો કર્યો કે, અનેક નોટિસો છાત હાજર નહી થતા આ કાર્યવાહી કરવી પડી છે.

    follow whatsapp