નવી દિલ્હી : દિલ્હીના દારૂ કૌભાંડમાં આપની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થઇ રહ્યો છે. દારુ કૌભાંડમાં મની લોન્ડેરિંગની તપાસ કરી રહેલી એજન્સી ED એ AAP નેતા મનીષ સિસોદિયાની કસ્ટડી પૂરી થયા બાદ શુક્રવારે તેમને રાઉઝ એવેન્યૂ કોર્ટમાં હાજર કર્યા હતા. જ્યાં એજન્સીએ સિસોદિયાની વધારે 7 દિવસની રિમાન્ડની માંગ કરી હતી. જો કે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના ઉપમુખ્યપ્રધાન તરીકે સિસોદિયા રાજીનામું આપી ચુક્યા છે. અને આપની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. સત્યેન્દ્ર જૈન બાદ આપના બીજા મંત્રી છે જે જેલવાસ ભોગવી રહ્યા છે.
ADVERTISEMENT
પાંચ દિવસના વધારે રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યા
પાંચ દિવસના મંજૂર થયા બાદ હવે સિસોદિયાને 22 માર્ચે કોર્ટમાં હાજર કરવામાં આવશે. જો કે કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર કરવાની સાથે કેટલીક રાહત પણ આપી છે. જેમ કે કોર્ટ દ્વાસા પોતાના ઘર ખર્ચ માટે કેટલાક ચેક પર હસ્તાક્ષર કરવાની છુટ આપી હતી. ફ્રિઝ કરી દેવાયેલા કેટલાક બેંક ખાતાઓનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી. જે અત્યાર સુધી ઇડી અને કેટલીક એજન્સીઓ દ્વારા ફ્રિઝ કરી દેવામાં આવ્યા હતા.
પુછપરછના નામે એજન્સીઓ માત્ર સમય પસાર કરી રહી હોવાનો વકીલનો દાવો
આ પહેલા સુનાવણી દરમિયાન સિસોદિયાનાં વકીલે દાવો કર્યો હતો કે, પૂછપરછનાં નામ પર એજન્સી માત્ર ટલ્લાવી રહી છે. 7 દિવસમાં માત્ર 11 કલાક જ પુછપરછ કરવામાં આવી છે. એજન્સીઓ ખોટી રીતે સમય નષ્ટ કરી રહી છે. જેના જવાબમાં EDએ કોર્ટમાં કહ્યું કે, તપાસ અત્યારે મહત્વના વળાંક પર છે. જેથી સિસોદિયા જવાબ આપે તેના આધારિત પુરાવા પણ સાથે સાથે એકત્ર કરવામાં આવે છે. હાલ કસ્ટડી ન મળે તો સમગ્ર મહેનત પર પાણી ફરી શકે છે. ED મનીષ સિસોદિયાની પૂછપરછ CCTV ની દેખરેખમાં કરી રહ્યા છે. હાલમાં 2 લોકોને 18 અને 19 તારીખે નિવેદન આપવા માટે બોલાવાયા હતા.
બંન્ને એજન્સીઓ એકબીજાના પ્રોક્ષી તરીકે કામ કરી રહી હોવાનો દાવો
અત્રે ઉલ્લેખનીય છે કે, સિસોદિયાનાં વકીલે કહ્યું કે CBI FIRનાં કેટલાક દિવસની અંદર ઓગસ્ટ 2022માં ECIR દાખલ કરી હતી. કમ્પ્યૂટરને જપ્ત કરીને તપાસ કરી હવે અન્ય એજન્સીઓ આ જ પ્રકારની પ્રક્રિયાને રીપીટ કરી રહ્યા છે. જે સ્પષ્ટ રીતે સમયનો વ્યય છે. સિસોદિયાનાં વકીલે EDની રિમાન્ડ વધારવાની માંગનો પણ વિરોધ કર્યો હતો. દલીલ કરી કે, એજન્સી અનેક દિવસો સુધી માત્ર સિસોદિયાને બેસાડી રાખે છે. કોઇ પુછપરછ પણ કરવામાં આવતી નથી. સિસોદિયાનાં વકીલે આરોપ લગાવતા કહ્યું કે, ED અને CBIની પ્રોક્સી એજન્સીનાં રૂપમાં કામ કરી રહી છે. વકીલે કહ્યું કે EDએ જણાવવું પડશે કે પ્રોસીડ ઓફ ક્રાઈમ શું થયો હતો? ગુનો શું છે તે જણાવ્યા વગર માત્ર રિમાન્ડ વધારવાની માંગણીઓ કરે છે.
ADVERTISEMENT