Supreme Court Grants Bail To AAP MP Sanjay Singh: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તેમને જામીન આપ્યા છે. દિલ્હી લિકર પોલિસી સંબંધિત કૌભાંડના કેસમાં તે 6 મહિના જેલમાં હતો. કોર્ટના નિર્ણય અનુસાર સંજય સિંહ રાજકીય ગતિવિધિઓમાં પણ ભાગ લઈ શકશે.
ADVERTISEMENT
સંજય સિંહને મળી મોટી રાહત
સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી. બેન્ચે EDને પૂછ્યું હતું કે સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર કેમ છે? સંજય સિંહના વકીલે કોર્ટને કહ્યું હતું કે મની લોન્ડરિંગની પુષ્ટિ થઈ નથી અને મની ટ્રેલ પણ મળી નથી. આમ છતાં સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટ મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ અને રિમાન્ડને પડકારતી સિંહની અરજી પર સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે AAP સાંસદના વકીલની એ દલીલને સ્વીકારી હતી કે સંજય સિંહના કબજામાંથી કોઈ પૈસા મળ્યા નથી અને તેમની સામે 2 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ થઈ શકે છે.
EDએ છ મહિના પહેલા કરી હતી ધરપકડ
સંજય સિંહની EDએ ગયા વર્ષે 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. EDએ હાઈકોર્ટમાં AAP સાંસદની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સંજય સિંહે આ આધાર પર જામીન માંગ્યા હતા કે તે ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને આ ગુનામાં તેની કોઈ ભૂમિકા નથી.તપાસ એજન્સીએ હાઈકોર્ટમાં જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સંજય સિંહ પોલિસી પીરિયડ 2021-22 થી સંબંધિત દિલ્હી દારૂ કૌભાંડમાંથી ઉઘરાવવામાં આવેલા ભંડોળને રાખવા, છુપાવવામાં અને ઉપયોગ કરવામાં સામેલ હતા.
ADVERTISEMENT