નવી દિલ્હી : AAP ના સાંસદ સંજય સિંહની ED એ ધરપકડ કરી લીધી છે. દારૂ ગોટાળામાં ઇડી દ્વારા આજ સવારે તેમની અટકાયત કરવામાં આવી હતી. જેના કારણે તેઓની સવારથી જ પુછપરછ ચાલી રહી હતી. આ દરમિયાન મોડી સાંજે તેમની ધરપકડ દર્શાવવામાં આવી હતી.
ADVERTISEMENT
પ્રવર્તન નિર્દેશાલય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી
દિલ્હીના દારૂ ગોટાળા મામલે પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ લાંબી પુછપરછ બાદ સંજયસિંહની ધરપકડ કરી લીધી છે. ઇડીએ દારૂનીતિ ગોટાળામાં બુધવારે આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહના ઘરે દરોડા પાડ્યા હતા. ED દારૂ નીતિ ગોટાળામાં મની લોન્ડ્રિંગનીત પાસ કરી રહી છે. ઇડીએ ગત્ત દિવસોમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં સંજયસિંહનું નામ છે.
ADVERTISEMENT