નવી દિલ્હી : હરિયાણાના નૂંહ-મેવાતમાં હિંસા દરમિયાન થઇ બજરંગ દળના નેતા પ્રદીપ શર્માનું મોત મામલે આમ આદમી પાર્ટીના (AAP) નેતા જાવેદ અહેમદ ઘેરાતા જોવા મળી રહ્યા છે. પોલીસે હત્યાના આ મામલે હરિયાણા AAP માઇનોરિટી સેલ અધ્યક્ષ જાવેદ અહેમદને મુખ્ય આરોપી બનાવ્યા છે. એટલું જ નહી તેમની પુછપરછ પણ થઇ ચુકી છે. જો કે AAP નેતાએ પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે.
ADVERTISEMENT
આ પ્રકારે થઇ પ્રદીપની હત્યા
સોહનાના નિરંકારી ચોક પર 31 જુલાઇના રોજ બજરંગ દળના કાર્યકર્તા પ્રદીપ કુમારની હત્યા થઇ હતી. આ મામલે 2 ઓગસ્ટના રોજ કે નોંધાયો હતો. ઘટના સમયે પ્રદીપની સાથે તેમનો મિત્ર પવન કુમાર પણ હતો. ફરિયાદ અનુસાર નુંહના નલહડ મંદિરથી રેસક્યુ કરાવ્યા બાદ તેમને નૂંહ પોલીસ લાઇન લાવવામાં આવ્યા. અહીંથી રાત્રે 10.30 વાગ્યે તેઓ પોતાની ત્રણ ગાડીઓમાં ઘર માટે નિકળ્યા હતા. તેમને એક પોલીસ વેન એસ્કોર્ટ કરી હતી. સોહના પાસે પોલીસ વાનના પોલીસ કર્મચારી તેમ કહેતા જતા રહ્યા કે આગળનો રૂટ ક્લિયર છે.
પોલીસ કર્મચારીઓના જતાની સાથે જ શરૂ થઇ હિંસા
પોલીસ કર્મચારીઓના જતાની સાથે જ એક સ્કોર્પિયો કારે તેમનો પીછો કરવાનો શરૂ કરી દીધો. ત્યાર બાદ કેએમપી એક્સપ્રેસ ટોલ પ્લાઝા પાસે તેમની ગાડીને કારે એટેચ કરીને અટકાવી દીધી. પવનના અનુસાર ટોળામાં રહેલા જાવેદ અહેમદે કહ્યું કે, તેને બાકી હું જોઇ લઇશ. ત્યાર બા ટોળાએ બંન્ને ગાડીમાંથી કાઢીને ઢોર માર માર્યો. પવનને તો પોલીસે ત્યાંથી કાઢ્યો પરંતુ પરંતુ પ્રદીપ નિકળી શક્યો નહોતો. તેના માથામાં લોખંડના સળીયાથી હુમલો કર્યો હતો. ત્યાર બાદ પ્રદીપની દિલ્હીની હોસ્પિટલમાં મોત થઇ ગયું હતું પવને ફરિયાદમાં લખ્યું કે, તેઓ જાવેદ અહેમદને સારી રીતે ઓળખે છે. તેણે સોહના પર 200 લોકોનું ટોળું મળ્યું, જેને જાવેદ અહેમદ લીડ કરી રહ્યા હતા.
બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્યની વિરુદ્ધ પણ અરજી
AAP નેતા જાવેદ અહેમદ ઉપરાંત કોંગ્રેસ નેતા મામન ખાનનું નામ પણ નુંહ હિંસામાં સામે આવી રહ્યું છે. ત્યારબાદ ગુરૂગ્રામ મહાપંચાયતમાં સરપંચ એસોસિએશને બંન્ને વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. એકત્રીત થયેલા લોકોએ કોંગ્રેસ ધારાસભ્ય મામન ખાનની વિધાનસભા સભ્યપદ રદ્દ કરવાની માંગ કરી. 45 ગામના સરપંચોએ હરિયાણા વિધાનસભા અધ્યક્ષના નામની અરજી આપી છે.
ADVERTISEMENT