BREAKING: ‘ગઠબંધનની ઐસી કી તૈસી’ મમતા બાદ ભગવંત માન પણ એકલા હાથે લડશે લોકસભા ચૂંટણી

INDIA Alliance: પશ્ચિમ બંગાળ બાદ મોદી સરકાર અને ભાજપના NDA ગઠબંધન સામે ઉભેલા INDIA Alliance ને હવે પંજાબમાં પણ મોટો ઝટકો પડી રહ્યો છે. મમતા…

gujarattak
follow google news

INDIA Alliance: પશ્ચિમ બંગાળ બાદ મોદી સરકાર અને ભાજપના NDA ગઠબંધન સામે ઉભેલા INDIA Alliance ને હવે પંજાબમાં પણ મોટો ઝટકો પડી રહ્યો છે. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ હવે ભગવંત માને પણ સંકેત આપ્યા છે કે, AAP પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે આમ આદમી પાર્ટી પંજાબની તમામ 13 સીટો પર ચૂંટણી જીતશે. જો કે, ભગવંત માને એમ પણ કહ્યું કે તેઓ મમતા બેનર્જીને અનુસરશે નહીં, પરંતુ તેમણે AAP તમામ 13 બેઠકો જીતવાની વાત પણ કરી.

કોંગ્રેસથી નારાજ મમતા બેનર્જી?

મમતા બેનર્જીએ આ જાહેરાત કરી ત્યારે ઉપેક્ષાની પીડા અને કડવાશ પણ દેખાઈ રહી હતી. તેમણે કહ્યું કે, મેં જે પણ સૂચનો આપ્યાં હતાં, તે બધા ફગાવી દેવામાં આવ્યાં હતાં. આ બધા પછી અમે બંગાળ એકલા જવાનું નક્કી કર્યું. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે એમ પણ કહ્યું કે, તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે જવાના છે, આ અંગેની માહિતી તેમને શિષ્ટાચારના નાતે પણ આપવામાં આવી નથી. મમતા બેનર્જીએ કહ્યું કે, આ બધાને લઈને અમારી સાથે કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી. આ સંપૂર્ણપણે ખોટું છે.

INDIA એલાયન્સને મોટો ઝટકો

નોંધનીય છે કે લોકસભા ચૂંટણી માટે 28 વિપક્ષી દળો INDIA એલાયન્સના બેનર હેઠળ એક મંચ પર એકઠા થયા હતા. વિપક્ષ એકજૂથ થઈને બીજેપીના નેતૃત્વ હેઠળના NDAને હરાવવા અને તેને ચૂંટણીલક્ષી પડકાર આપવાનું આયોજન કરી રહ્યું હતું, પરંતુ હવે મમતાએ બંગાળમાં વિપક્ષી ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે.

    follow whatsapp