આધાર કાર્ડ અંગે ભારત સરકારનો નવો નિયમ, 14 ડિસેમ્બર પહેલા કરી લો આ કામ; નહીં તો થશે ભારે નુકસાન

જો તમારું પણ આધાર કાર્ડ 10 વર્ષ પહેલા બનેલું છે તો તમારે તમારા આધાર કાર્ડને અપડેટ કરવું પડશે. થોડા મહિના પહેલા સુધી તો આધાર અપડેટની…

gujarattak
follow google news

જો તમારું પણ આધાર કાર્ડ 10 વર્ષ પહેલા બનેલું છે તો તમારે તમારા આધાર કાર્ડને અપડેટ કરવું પડશે. થોડા મહિના પહેલા સુધી તો આધાર અપડેટની જરૂર ન હતી, પરંતુ હવે સરકારે કહ્યું છે કે જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ કરતા વધારે જૂનું છે અથવા 10 વર્ષમાં એકવાર પણ અપડેટ કરવામાં આવ્યું નથી, તો તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરવું પડશે. આધાર અપડેટની સુવિધા 14 ડિસેમ્બર 2023 સુધી ફ્રી છે અને તે પછી તમારે પૈસા ચૂકવવા પડી શકે છે. ચાલો જાણીએ કે, તમે ઘરે ફ્રીમાં તમારું આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરી શકો છો…

આધાર અપડેટ માટે જરૂરી ડોક્યુમેન્ટ

આધાર અપડેટ માટે તમારે બે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટની જરૂર પડશે.જેમાં એક છે ઓળખપત્ર અને બીજું એડ્રેસ પ્રુફ. સામાન્ય રીતે આધાર અપડેટ માટે આધાર સેન્ટર પર 50 રૂપિયાની ફી લેવામાં આવે છે, પરંતુ UIDAI અનુસાર આ સેવા આગામી 14 ડિસેમ્બર સુધી ફ્રી છે. તમે ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ આપી શકો છો.

આ રીતે કરો આધારકાર્ડ અપડેટ

– મોબાઈલ કે લેપટોપથી UIDAIની વેબસાઈટ પર જાઓ. આ પછી અપડેટ આધારના વિકલ્પ પર ક્લિક કરો. હવે આધાર નંબર દાખલ કરીને OTP દ્વારા લોગિન કરો.

– આ પછી ડોક્યુમેન્ટ અપડેટ પર ક્લિક કરો અને વેરિફાઈ કરો. હવે નીચે ડ્રોપ લિસ્ટમાંથી ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલને અપલોડ કરો.

– હવે સબમિટ પર ક્લિક કરો. આ પછી તમને એક રિક્વેસ્ટ નંબર મળશે અને ફોર્મ સબમિટ થઈ જશે. રિક્વેસ્ટ નંબરથી તમે અપડેટનું સ્ટેટસ પણ ચેક કરી શકશો. થોડા દિવસો પછી તમારું આધાર અપડેટ થઈ જશે.

    follow whatsapp