સોશિયલ મીડિયાએ ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું છે. સોશિયલ મીડિયા આજના સમયમાં માત્ર મનોરંજન અને લોકપ્રિયતાનું સાધન જ નથી, પરંતુ પૈસા કમાવવા માટેનું પણ એક નવું માધ્યમ બની ગયું છે. યુટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ટિકટોક દ્વારા ઘણા લોકો લાખો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. કન્ટેન્ટ ક્રિએટર્સ અનોખા વીડિયોથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ થઈ રહ્યા છે. આ રીતે સ્કૉટલેન્ડની એક મહિલાએ નોકરી છોડી દીધી અને કન્ટેન્ટ ક્રિએટર બની ગઈ. અત્યારે આ મહિલા સોશિયલ મીડિયાની કમાણી દ્વારા શાનદાર લાઈફ જીવી રહી છે.
ADVERTISEMENT
નોકરી છોડીને ફૂલ ટાઈમ શરૂ કર્યું કામ
સ્કોટિશ મહિલા જિયા ઓ’ શૉઘનેસી (Zia O’Shaughnessy) માત્ર વાળ ધોવાના વીડિયો બનાવીને પૈસા કમાઈ રહી છે. આ મહિલાના Instagram અને TikTok પર ઘણા બધા ફોલોઅર્સ છે. જિયાએ 2021માં TikTok પર વાળ ધોવાની ટેકનિક વિશે વાત કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો તરત જ વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોને લગભગ 3.5 કરોડ લોકોએ જોયો હતો. આ સાથે જિયાએ નોકરી છોડી દીધી અને કન્ટેન્ટ ક્રિએટર તરીકે ફૂલ ટાઈમ કામ કરવાનું શરૂ કર્યું.
1.8 કરોડનું ખરીદ્યું ઘર
ધ સનના રિપોર્ટ અનુસાર, જિયા પર એક સમયે 8 લાખ રૂપિયાનું દેવું હતું. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ વીડિયો બાદ જિયાની કમાણી એટલી વધી ગઈ કે તેણે થોડા જ સમયમાં પોતાની લોન ચૂકવી દીધી અને માત્ર 29 વર્ષની ઉંમરમાં પોતાનું આલીશાન ઘર પણ ખરીદી લીધું. તે ઘરની કિંમત અંદાજે 1.8 કરોડ રૂપિયા હતી.
પ્રતિ વીડિયો કમાય છે 4 લાખ રૂપિયા
ટિક ટોક પર જિયાના વીડિયોની લોકપ્રિયતા બાદ તેની સંપત્તિમાં પણ જબરદસ્ત વધારો થયો. તે પ્રતિ વીડિયો સરેરાશ 4 લાખ રૂપિયા કમાય છે. જેને બનાવવામાં જિયાને એક કલાક લાગે છે. બે બાળકોની માતા જિયા ઘરમાં રહીને સારી કમાણી કરીને ઘણા લોકો માટે પ્રેરણા બની છે.
ADVERTISEMENT