નવી દિલ્હી : ગત્ત અઠવાડીયે 8 ડિસેમ્બરે ભારત દ્વારા ડુંગળીના નિકાસ પર લગવાયેલા પ્રતિબંધ બાદથી અનેક દેશોમાં ડુંગળીના ભાવ આસમાને છે અને જરૂર પુરતો પુરવઠ્ઠો પણ નથી. ડુંગળીની અછતના કારણે પાડોશી દેશ બાંગ્લાદેશ, નેપાળ, ભુટાન, શ્રીલંકા અને માલદીવમાં ડુગળીના ભાવ આભે આંબી રહ્યા છે.
ADVERTISEMENT
ડુંગળીની માંગ સામે પુરવઠ્ઠો ખુબ જ ઓછો
દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા અને તેની કિંમતને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારતના આ પગલાને પાડોશી દેશો પર પણ અસર પડી છે. રિપોર્ટ અનુસાર ભારત દ્વારા ડુંગળીના નિકાસ પર લગાવાયેલા પ્રતિબંધો બાદ પાડોશી દેશ બાંગ્લાદેશ, નેપાળ, ભુટાન, શ્રીલંકા અને માલદીવમાં ડુંગળીની કિંમત આકાશ આંબી રહી છે.
DGFT દ્વારા આદેશોમાં છુટ અપાય તેવી શક્યતા નહીવત્ત
ગત્ત અઠવાડીયે 8 ડિસેમ્બરે વિદેશ વેપાર મહાનિર્દેશાલયની (DGFT) તરફથી આદેશ અનુસાર 31 માર્ચ, 2024 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ રહેશે. આ અગાઉ ઓગસ્ટમાં ભારતે તહેવારી સીઝનને જોતા ડુગળીના નિકાસ પર 40 ટકા શુલ્ક લગાવી દીધો હતો. ત્યાર બાદ ઓક્ટોબરમાં ભારતે ડુંગળી નિકાસ માટે લઘુતમ મુલ્ય 800 ડોલર પ્રતિટન કરી દીધો હતો. ડુંગળીના નિકાસ પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે 31 ડિસેમ્બરે આ સમય પુર્ણ થઇ ચુક્યો હતો.
બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમત
ભારત દ્વારા ડુંગળીના નિકાસ પર લગાવાયેલા પ્રતિબંધ બાદ બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમત 200 ટકા (બાંગ્લાદેશી રૂપિયા-ટકા)સુધી પહોંચી ચુકી છે. જ્યારે પ્રતિબંધના એક દિવસ પહેલા ડુંગળીની કિંમત 130 ટકા પ્રતિકિલોગ્રામ હતી.
ભુટાનમાં ડુંગળીના ભાવ
ડુંગળીના નિકાસ પર લગાવાયેલા પ્રતિબંધ બાદ ભૂટાનમાં પણ ડુંગળીની કિંમતમાં ભારે ઉછાળો થયો છે. ભુટાનમાં ડુંગળીની કિંમત 150 નગુલ્ટ્રમ પ્રતિ કિલોગ્રામની કિંમતે વેચાઇ રહી છે. રાજધાની થિમ્પુના સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ડુંગળી પહેલા જ 50 થી 70 નગુલ્ટ્રમ પ્રતિ કિલો વેચાઇ રહી હતી. ભૂટાન બ્રોડકાસ્ટિંગ સર્વિસના એક રિપોર્ટ અનુસાર ભારત દ્વારા ડુંગળીના નિકાસ પર લગાવાયેલા પ્રતિબંધ બાદ ભૂટાનના અન્ય હિસ્સાઓમાં પણ ડુંગળીની કિંમત 100 નગુલ્ટ્રમ સુધી પહોંચી ચુકી છે.
નેપાળ પર ભારત પર નિર્ભર
ભારત દ્વારા ડુંગળીના નિકાસ પર લગાવાયેલા પ્રતિબંધો બાદ નેપાળમાં ડુંગળીની કિંમત લગભગ 2 ગણી થઇ ચુકી છે. જે ડુંગળી 100 રૂપિયા પ્રતિકિલો વેચાઇ રહી હતી તે ડુંગળી 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાઇ રહી છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે, ડુંગળીની કિંમતમાં વધારો થશે કારણ કે નેપાળ ભારતી ડુંગળી પર જ નિર્ભર છે.
માલદીવ પણ ડુંગળી માટે ભારત પર ડિપેંડ
નેપાળની જેમ જ માલદીવ પણ ભારતથી આયાતિત ડુંગળી પર નિર્ભર છે. એવામાં સ્થાનિક બજારોમાં ડુંગળી ઓછી હોવાના કારણે કિંમતોમાં ભારે વધારો થયો છે. રિપોર્ટ અનુસાર ભારત દ્વારા પ્રતિબંધ પહેલા માલદીવમાં જે ડુંગળી 200 થી 350 રૂપિયા પ્રતિ પેકેટ વેચાઇ રહી હતી. બીજી તરફ ડુંગળી હવે 500 રૂફિયા પ્રતિ બોરીથી માંડી 900 રૂફિયા પ્રતિ બોરીની કિંમતે વેચાઇ રહી છે.
શ્રીલંકામાં પણ ડુંગળીની કિંમતો આભને આંબી રહી છે
ડેલી મિરરના એક રિપોર્ટ અનુસાર શ્રીલંકાના સ્થાનિક બજારમાં ડુંગળીની કિંમત વધીને 300 રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે. વેપાર સંઘના પ્રવક્તાનું કહેવું છે કે, આયાતક વૈકલ્પિક બજારોને શોધી રહી છે. જો કે અમારા માટે અલગ અલગ બજારોનું વલણ પડકારજનક છે કારણ કે કિંમત ખુબ જ મોંઘી છે.
ADVERTISEMENT