Anantnag માં આર્મી માટે બિછાવાઇ હતી જાળ, ખબરી જ આતંકવાદી નિકળતો અધિકારીઓએ જીવ ગુમાવ્યો

Anantnag Encounter: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે. ગાઢ જંગલોમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. એન્કાઉન્ટર દરમિયાન અત્યાર સુધીમાં 5…

gujarattak
follow google news

Anantnag Encounter: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે. ગાઢ જંગલોમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. એન્કાઉન્ટર દરમિયાન અત્યાર સુધીમાં 5 જવાનો ઘાયલ થઇ ચુક્યા છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, મારુ નિવેદન સાંભળતા પહેલા મેજર આશીષ ધોનકનાં માતાએ જે કહ્યું હતું, તેને જરૂર સાંભળવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, જો તેમના પુત્ર અને અન્ય અધિકારીઓને બુલેટપ્રુફ જેકેટ અપાયા હોત તો તમામ આજે જીવિત હોત. પીએમ મોદીએ કુલગામ, અનંતનાગ, પુંછ, રાજોરી અને લદ્દાખમાં થયેલી ઘટનાઓ અંગે કાંઇ પણ બોલ્યા નથી. આપણા સૈનિકો જીવ ગુમાવી રહ્યા છે અને પીએમ સહિત સમગ્ર સરકાર અને પક્ષ ઉજવણી કરવામાં વ્યસ્ત છે તમામ લોકો ચુપ કેમ છે?

અનંતનાગ ઓપરેશનમાં એક વધારે જવાન શહિદ

અનંતનાગ ઓપરેશનમાં એક વધારે જવાન શહીદ થઇ ચુક્યો છે. જવાન કાલથી ગુમ હોવાની માહિતી મળી રહી છે. સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે, અનંતનાગ ક્ષેત્રમાં આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત સુરક્ષા અભિયાન દરમિયાન દળોએ ડ્રોનનો ઉપયોગ કરીને શંકાસ્પદ આતંકવાદી છુપાયેલા હોય તેવા સ્થળો પર ગ્રેનેડ ફેંક્યા હતા. વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓના જુથને નિશાન બનાવવા માટે સૈનિકો દ્વારા ગ્રેનેડ લોન્ચરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહીદ જવાનના પાર્થિવ શરીરને શ્રીનગર લાવવામાં આવ્યા. અનંતનાગમાં અત્યાર સુધી ચાર જવાન શહીદ થયા છે.

ખબરી જ આતંકવાદી નિકળ્યો, તેણે કાવત્રું રચ્યું અને અધિકારીઓ ફસાઇ ગયા

દેશના ચાર અધિકારીઓની શહાદત દેશને સહન કરવી પડી કારણ કે મુખબિર ગદ્દાર નિકળ્યો. તે મુખબિરે આતંકવાદીઓને જણાવ્યું હતું કે, આર્મી અને પોલીસ કાલે આવી રહ્યા છે. તેણે આતંકવાદીઓને જણાવી દીધું હતું કે, ટીમ કઇ રીતે કેટલી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો મુખબિર આતંકવાદીઓનો એજન્ટ હતો. એટલે કે જાળ બિછાવીને હુમલો કરવામાં આવ્યો હતો.

    follow whatsapp