દંતેવાડા : છત્તીસગઢના દંતેવાડામાં એક નક્સલી કમાન્ડર 2000 રૂપિયાની નોટોને બદલવા દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નક્સલી કમાન્ડર 2 હજાર રૂપિયાની 50 નોટો એટલે કે 1 લાખ રૂપિયા બદલવાના પ્રયાસ કરી રહ્યો હતો. એક લાખ રૂપિયા સાથે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. જેમાં એક મોટા નક્સલી કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ ઘટનાની પૃષ્ટી કરી છે. દંતેવાડાના પોલીસ અધીક્ષક ગૌર રાયે કહ્યું કે, પોલીસને બાતમી મળી હતી કે, માડમાં માઓવાદી પ્લાટૂન નંબર 16 ના કમાન્ડર મલ્લેશે કેટલાક સમર્થકોને દંતેવાડાના ગીદમમાં મોટરસાયકલ અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે મોકલ્યા હતા.
ADVERTISEMENT
આરોપી શનિવારે માલની ખરીદી કરવાના હતા. અધિકારીએ કહ્યું કે, માહિતીના માધારે સુરક્ષા દળોએ બીઆરઓ ચેક પોસ્ટ નજીક ગીદમ-બીજાપુર હાઇવે પર તપાસ દરમિયાન મોટર સાયકલ પર આવેલા ત્રણ લોકોને અટકાવ્યા હતા. ત્રણેય ચેકપોસ્ટ પર અટક્યા નહોતા અને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યાહ તા. જો કે સુરક્ષા દળોએ પીછો કરીને તેમને પકડી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 2 હજાર રૂપિયાની 50 નોટો જપ્ત કરી છે. પુછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે, મલ્લેશે તેમને સામાનની ખરીદી માટે 2000 રૂપિયાની 100 નોટ (બે લાખ રૂપિયા) આપ્યા હતા.
ત્રણેયને 8 જુને દંતેવાડાના એક શો રૂમમાંથી મોટર સાયકલ ખરીદવાની હતી. અધિકારીએ કહ્યું કે, આરોપી વિરુદ્ધ છત્તીસગઢ લોકસરક્ષા અધિનિયમના પ્રાસંગિક પ્રાવધાનો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય નાગરિકોને 2000 રૂપિયાની નોટો બદલવા માટે કોઇ પ્રકારનું ફોર્મ ભરવાનું નથી. ન તો કોઇ ઓળખ આપવાની જરૂર છે. એક વખતે કોઇ પણ નાગરિક 10 નોટ બદલી શકે છે. અત્રે નોંધનીય છે કે, 2000 રૂપિયાની નોટોને સર્કુલેશનમાંથી બહાર કાઢવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે.
ADVERTISEMENT