મુંબઇ : તમે ક્યારેક ઓફીસ, મેટ્રો સ્ટેશન અથવા કોઇ પબ્લિક પ્લેસમાં મોકડ્રીલની એક્ટિવિટી થતા જોઇ હશે. જો કે હાલમાં મહારાષ્ટ્રના ધુલે શહેરમાં પોલીસ તરફથી કરવામાં આવેલી મોકડ્રીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ધુલે શહેરના ભીડભાડવાળા સ્વામીનારાયણ મંદિરમાં પોલીસે આતંકવાદી ગતિવિધિની સ્થિતિને ધ્યાને રાખીને એક મોકડ્રીલનું આયોજન કર્યું હતું.
ADVERTISEMENT
કાળા કપડા અને બંદુકો સાથે આતંકવાદીઓ મંદિરમાં ઘુસ્યા
કાળા કપડા અને ઢકાયેલા ચહેરા અને બંધુકોથી લેસ આતંકવાદીઓની જેમ પોલીસ જવાનો જ મંદિરમાં ઘુસી ગયા હતા. પોલીસ જવાને એક વ્યક્તિને ડરાવીને ઘુંટણીયા પર બેસાડી દીધો હતો. એટલામાં મંદિરમાં રહેલા શ્રદ્ધાળુઓએ પોલીસ જવાનને અસલી આતંકવાદીઓ સમજી લીધા હતા. પોલીસને આતંકવાદી તરીકે જોઇને મંદિર આવેલા શ્રદ્ધાળુઓ ડરી ગયા હતા.
એક વ્યક્તિએ આતંકવાદી તરીકે આવેલા પોલીસ જવાનને જ માર્યો
ત્યાં હાજર એક વ્યક્તિએ તો હિમ્મત કરીને આતંકવાદી તરીકે આવેલા પોલીસ જવાન પર હુમલો કરી દીધો હતો. જો કે જ્યારે તેમને જણાવાયું કે, તેઓ આતંકવાદી નહી પરંતુ પોલીસવાળા છે. જે મોકડ્રીલ કરી રહ્યા હતા. ત્યારે શ્રદ્ધાળુઓને હાશકારો થયો હતો. આ ઘટનાનો વીડયો વાયરલ થઇ ગયો છે અને સોશિયલ મીડિયા યુઝર્સ પર પોત પોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મોકડ્રીલમાં આવું ફની વાતાવરણ રહશે તો આવુ જ થશે. આના માટે સીરિયર માહોલ હોવો જોઇે.
ADVERTISEMENT