Bageshwar News: બાગેશ્વર જિલ્લામાં સતત ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે જિલ્લામાં હજી પણ 10,000 કરતા વધારે લોકો પ્રભાવિત છે. કાલે રાત્રે ગાંજલિ, હિરમોલી ક્ષેત્રમાં ભારે તોફાનના કારણે હજારોની સંખ્યામાં ઝાડ તુટી ગયા છે. જેના કારણે વિજલી વ્યવહાર પણ સંપુર્ણ ઠપ્પ થઇ ચુક્યો છે. આ સાથે જ વિદ્યુત લાઇન પણ ધ્વસ્ત તઇ ચુક્યા છે અને શાળાના બાળકોનો રસ્તો પણ સંપુર્ણ રીતે તુટી ચુક્યો છે.
ADVERTISEMENT
મોડી રાત્રે અડધા કલાકમાં જ તબાહી મચી ગઇ
મોડી રાત્રે અડધા કલાકમાં ભારે તબાહી મચાવી છે. ગાંજલી હિરમોલીમાં આવેલા તોફાનથી હજારો પ્રમાણમાં ઝાડ તુટી ગયા, ત્યાર બાદ આ તોફાન જંગલ તરફ ફંટાયું હતું. જેના કારણે કોઇ મોટુ નુકસાન નથી થયું. બીજી તરફ ઝાડ તુટવાના કારણે વિજળીના તારને ભારે નુકસાન થયું અને અનેક થાંભલા પડી જવાના કારણે વિદ્યુત લાઇન સંપુર્ણ રીતે ધ્વસ્ત થઇ ચુકી છે. આસપાસના વિસ્તારોમાં આવવા જવા માટેના રસ્તાઓ પણ સંપુર્ણ રીતે બંધ થઇ ચુક્યા છે. અચાનક તોફાનના કારણે હજારો વૃક્ષો તુટી ગયા હતા.
જો તોફાન દિવસ દરમિયાન આવ્યું હોત તો ભારે નુકસાન થાત
હાલ તો આ વિસ્તારોમાં વિજળી પણ નથી. તેમણે કહ્યું કે, જો આ તોફાન દિવસે આવ્યું હોત તો જાનમાલનું નુકસાન પણ થઇ શક્યું હોત. ગામના સેંકડો ગ્રામીણ જંગલોમાં પોતાના ઢોર ઢાખર ચરાવવા માટે જતા હોય છે. જો કે દુર્ઘટના મોડી રાત્રે થવાના કારણે ઝાડ, વિદ્યુત લાઇન અને રસ્તાને જ નુકસાન થયું છે. વિદ્યુત લાઇનને નુકસાન થવાથી તેમના ક્ષેત્રમાં વિદ્યુત વ્યવસ્થા સંપુર્ણ ઠપ્પ થઇ ચુકી છે. હાલ વિજળી વિભાગ કામગીરી કરી રહ્યું છે. જો કે હજી સુધી કોઇ જાનમાલનું નુકસાન નથી થયું. આ દુર્ઘટના મોડી રાતની છે. તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT