Instagram Influencer Death : રાજસ્થાનના ટોંક જિલ્લાની એક ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવનારી યુવતીના મોતથી હડકંપ મચી ગયો છે. યુવતી મજાક-મસ્તીવાળી રીલ બનાવતી હતી, પરંતુ અચાનક તેના મોતથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીને કોબરા સાપે ડંખ માર્યો હતો. સારવારમાં વિલંબ થતાં તેનું મોત થયું.
ADVERTISEMENT
ગાય માટે ચારો લેવા ગઈ હતી
દીપા નામની યુવતી ધાડ નગરની રહેવાસી હતી. ચાર ભાઈ-બહેનોમાં દીપા બીજા નંબરે હતી. તે રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહેતી હતી. મળતી માહિતી મુજબ, દીપાની સાથે વહેલી સવારે એક જીવલેણ ઘટના બની. સવારે 6 વાગ્યે તે ગાયો માટે ચારો કાપવા ગઈ હતી. આ દરમિયાન તેને કોબ્રા સાપ કરડ્યો હતો.
કોટા પહોંચતા પહેલા જ મૃત્યુ
સાપના ડંખ માર્યા પછી દીપાએ ચીસો પાડીને બધાને કહ્યું કે સાપે તેને ડંખ માર્યો છે. ત્યાં હાજર લોકોએ સાપને મારી નાખ્યો. જ્યારે તેઓને ખબર પડી કે દીપા પર સાપની અસર થઈ રહી છે, ત્યારે તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. પરિવારના સભ્યો તેને કોટા લઈ જવા માંગતા હતા પરંતુ કોટા પહોંચતા પહેલા જ દીપાનું મૃત્યુ થઈ ગયું.
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
લોકોનું કહેવું છે કે, જો દીપાને દૂની સીએચસી અથવા દેવલી ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હોત તો તેનો જીવ બચી જાત. દીપાએ તેના મૃત્યુ પહેલા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે 'છતરી ના ખોલ બરસાત મેં' ગીત પર રીલ બનાવી હતી. મૃત્યુ બાદ દીપાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT