Cyber Crime News: ભારતમાં ઝડપી ડિજિટલાઈઝેશનથી જીવન સરળ બન્યું છે પરંતુ કેટલીક સમસ્યાઓ પણ વધી છે. સાયબર હેકિંગ (Cyber Fraud)ના રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. હેકર્સ નવી-નવી તરકીબ શોધીને સામાન્ય લોકોને પોતાની છેતરપિંડી (Cyber Crime)નો શિકાર બનાવી રહ્યા છે. તાજેતરમાં હેકિંગના નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સાયબર ફ્રોડના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે.
ADVERTISEMENT
ઠગોએ શોધી નવી ટ્રિક
હવે સાયબર ઠગોએ લોકોને ચૂનો લગાવવા માટે એક ખતરનાક ટ્રિક શોધી કાઢી છે. હેકર્સ હવે એક ફોટા દ્વારા લોકોના ખાતા ખાલી કરી રહ્યા છે. હવે તમને લાગી રહ્યું હશે કે આવું કેવી રીતે બની શકે. જોકે, આ એકદમ સાચું છે. સાયબર ઠગો દ્વારા એક ફોટો સેન્ડ કરવામાં આવે છે, જે GIF ફોર્મેટનો ફોટો હોય છે. સામાન્ય રીતે લોકોને ચૂનો લગાવવા માટે ફિશિંગ લિંકનો ઉપયોગ થાય છે, જે મેસેજ દ્વારા ફોનમાં આવે છે. જે બાદ જ્યારે યુઝર્સ મેસેજ પર ક્લિક કરે છે, ત્યાર બાદ સ્પાઈ લિંક પોતાનું કામ કરવાનું શરૂ કરે છે.
આ હેકિંગનું નામ શું છે?
લિંક પર ક્લિક કર્યા બાદ હેકર્સ મોબાઈલ ફોનને હેક કરી લે છે. આ પ્રકારના અનેક કેસમાં હેકર્સ મોબાઈલનો રિમોટલી એક્સેસ પણ લઈ લે છે. હવે હેકર્સ GIF ઈમેજીસમાં પણ ફિશિંગ એટેકને ઈંપ્લાન્ટ કરી રહ્યા છે. આ પ્રકારના હેકિંગનું નામ GIFShell છે.
એક ભૂલથી ખાલી થઈ શકે છે ખાતું
વાસ્તવમાં બે વર્ષ પહેલા વોટ્સએપમાં એક વલ્નરબેલિટી પણ હાજર હતી. જેની મદદથી સ્કેમર્સ GIFનો ઉપયોગ કરીને પણ ફોનને હેક કરી લેતા હતા. હવે WhatsApp તરફથી તે વલ્નરબેલિટીને ઠીક કરી દેવામાં આવી છે. પરંતુ હજુ પણ યુઝર્સની એક ભૂલ તેમના બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે.
જાણી લો બચવાનો ઉપાય
આજે અમે GIFShellથી બચવા માટે તમને કેટલી ખાસ સેફ્ટી ટિપ્સ જણાવીશું. જેમાં યુઝર્સે સૌથી પહેલા વોટ્સએપના સેટિંગમાં જવું પડશે. જે બાદ સ્ટોરેજ અને ડેટાનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો. આ પછી મીડિયા ઓટો ડાઉનલોડમાં જઈને ઓટોમેટિક ડાઉનલોડ થતાં ફોટોને બંધ કરી દો.
ADVERTISEMENT