Maryland Murder Case: અમેરિકી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ ભારતીય મૂળની વ્યક્તિ પર 2.5 લાખ અમેરિકી ડૉલર (2.09 કરોડ રૂપિયા)નું ઈનામ રાખ્યું છે. આ શખ્સ ગુજરાતનો રહેવાસી છે, જે અમેરિકામાં તેની પત્નીની હત્યા કર્યા બાદ ફરાર છે. એજન્સીએ કહ્યું છે કે તે ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ નામના આરોપીને પકડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે.
ADVERTISEMENT
પતિ-પત્ની બંને દુકાનમાં સાથે કરતા હતા કામ
FBIને છેલ્લે ન્યૂજર્સીના નેવાર્ક વિસ્તારમાં આ આરોપી હોવાની જાણકારી મળી હતી. 12 એપ્રિલ, 2015ના રોજ આરોપીએ મેરીલેન્ડના હેનોવરમાં એક ડોનટની દુકાનમાં તેની પત્નીની હત્યા કરી હતી. બંને દુકાનમાં સાથે કામ કરતા હતા. પત્નીનું નામ એની અરુન્ડેલ કાઉન્ટી હતું, જેની આરોપીએ નજીવી બાબતે હત્યા કરી હતી.
માથામાં બોથડ પદાર્થ ઝીંકી કરી હતી હત્યા
FBIના જણાવ્યા અનુસાર, તેણે પોતાની પત્નીના માથામાં બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી નાખી હતી. જે બાદ આરોપી સામે 13 એપ્રિલે વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેની સામે અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એફબીઆઈએ કહ્યું છે કે આરોપી અમેરિકાથી બહાર ભાગી ગયો હોઈ શકે છે. તેણે ફ્લાઈટ દ્વારા દેશ છોડી દીધો છે.
FBIએ ઈનામની કરી છે જાહેરાત
20 એપ્રિલ, 2015ના રોજ આરોપી વિરુદ્ધ ડિસ્ટ્રિક્ટ ઓફ મેરીલેન્ડ, યુનાઈટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, મેરીલેન્ડ, બાલ્ટીમોરમાં સામાન્ય ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવી ચૂક્યું છે. પરંતુ આરોપીનો કોઈ પત્તો લાગ્યો નથી. હવે આરોપીઓ સામે ઈનામની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT