દેશના અત્યંત સેન્સિટિવ AIR FORCE સ્ટેશન પર ઘૂસણખોરી કરતો એક વ્યક્તિ ઝડપાયો

નવી દિલ્હી : હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનમાં શંકાસ્પદ વ્યક્તિએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન એરફોર્સ પેટ્રોલિંગ ટીમ દ્વારા આ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં…

gujarattak
follow google news

નવી દિલ્હી : હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનમાં શંકાસ્પદ વ્યક્તિએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન એરફોર્સ પેટ્રોલિંગ ટીમ દ્વારા આ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. એરફોર્સ પોલીસે પુછપરછ બાદ રામુ નામના આરોપીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ઇન્ડિયન સિક્રેટ એક્ટ સહિત IPC ની કલમ કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી છે.

અંબાલા એરફોર્સ સ્ટેશન પર ઘુસણખોરી કરી રહ્યો હતો અજાણ્યો શખ્સ
અંબાલા એરફોર્સ સ્ટેશન સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ મહત્વનું સ્ટેશન છે. અહીં રાફેલ જેટ પણ સુરક્ષામાં તહેનાત છે. જેના કારણે આવિસ્તારમાં સુરક્ષા ખુબ જ કડક હોય છે. ડ્રોન ઉડાવવા સહિત પક્ષીઓ ઉડાડવા પર પણ પ્રતિબંધ છે. એરફોર્સ તથા ઇન્ડિયાન આર્મીની પેટ્રોલિંગ ટીમ સતત પેટ્રોલિંગ કરતી રહે છે. આ ઉપરાંત અહીં સીસીટીવી દ્વારા પણ નજર રખાય છે. તેવામાં એરફોર્સ સ્ટેશનમાં દિવાલ કુદીને ઘુસવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિને ઝડપી લેવાયો છે.

પેટ્રોલિંગ કરી રહેલી ટીમ દ્વારા ઘુસણખોરને ઝડપી લેવાયો
પેટ્રોલિંગમાં રહેલી ટીમે ઘુસણખોરીની હરકતને સીસીટીવીમાં જોઇ હતી. તત્કાલ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો. જો કે આ વ્યક્તિનું નામ રામુ છે અને તે યુપીના ગાઝીપુરનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે. જો કે તે ઘુસણખોરી શા માટે કરી રહ્યો હતો તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.

આરોપી એરફોર્સ સ્ટેશનની દિવાલ કુદીને ઘુસી રહ્યો હતો
આરોપી એરફોર્સ સ્ટેશનની ટીમ દ્વારા પણ પુછપરછ કરવામાં આવી હતી, ત્યાર બાદ પોલીસને સોંપી દેવાયો હતો. અંબાલાના ASP પુજા ડાબલાએ કહ્યું કે, પોલીસે આરોપી વિરુદ્ધ અનેક કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે, આરોપીને રિમાન્ડ પર લેવામાં આવશે અને પુછપરછ કરવામાં આવશે. ત્યાર બાદ જ તે શા માટે ઘુસી રહ્યો હતો તે અંગેનું તથ્ય સામે આવશે.

    follow whatsapp