તિરુઅનંતપુરમ : રવિવાર ફરી એકવાર દેશ માટે કાળો રવિવાર સાબિત થયો. કેરળનું એન્નાકુલમ ટ્રિપલ બ્લાસ્ટથી ખળભળી ઉઠ્યું હતું. એક ખ્રિસ્તી સભામાં તબક્કાવાર બ્લાસ્ટ થયા હતા અને તેને આતંકવાદી હુમલો ગણવામાં આવ્યો હતો. ટ્રિપલ એટેક પાછળ કયું ગ્રુપ છે તેની જવાબદારી હજી સુધીકોઇએ સ્વિકારી નથી. જો કે આ બ્લાસ્ટ બાદ અચાનક એક વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું હતું.
ADVERTISEMENT
ત્રિશુરના કોડાકારા પોલીસે આત્મસમર્પણ કર્યું
સુત્રો અનુસાર ત્રિશુર જિલ્લાના કોડકારા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે. તે દાવો કર્યો છે કે, તેણે જ આ બોમ્બને પ્લાન્ટ કર્યો હતો. હાલ તો આરોપીની પુછપરછ ચાલી રહી છે. જો કે હજી સુધી પોલીસ દ્વારા આ દાવાની કોઇ પૃષ્ટિ કરવામાં આવી નથી. આવા કોઇ વ્યક્તિની ધરપકડ કે આત્મસમર્પણ અંગે પણ પૃષ્ટ માહિતી આપી નથી.
કેરળ રાજ્યના તમામ 14 જિલ્લાઓ એલર્ટ પર
બીજી તરફ સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના તમામ 14 જિલ્લાઓના પોલીસ SP ને તેમના વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા કડક કરવા માટે સુચના આપી દેવાઇ છે. આ ઉપરાંત પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇન્ટેલિજન્સ યુનિટને પણ સક્રિય કરી દેવાયું છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પણ સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત આ અંગે કોઇ સાંપ્રદાયિક તણાવ ન ફેલાય તે માટે કડક નજર રાખવામાં આવશે. કોઇ પણ લોકોએ સાંપ્રદાયિક તણાવ વધે તેવી પોસ્ટ ન કરવા માટે પણ પોલીસ દ્વારા અપીલ કરાઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા મદદ મોકલવાનું શરૂ કરાયું
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આ સમગ્ર મામલે પોલીસ ઉપરાંત NSG કમાન્ડો અને NIA ની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. અમિત શાહ પણ સતત કેરળના મુખ્યમંત્રીના સંપર્કમાં છે. શક્ય તેટલી તમામ મદદ માટેની પણ તૈયારી દર્શાવી છે.
ADVERTISEMENT