- મોટા દિકરાનો જન્મદિવસ હોવાથી પિતાએ મોટી ઉજવણીનું આયોજન કર્યું હતું
- જન્મ દિવસે રસોઇ બની રહી હતી ત્યારે શાકભાજીના તપેલામાં દોઢ વર્ષનો પુત્ર પડતા મોત
- પિતાએ સ્થાનિક હોસ્પિટલ પર સારવારમાં બેદરકારીના લગાવ્યા ગંભીર આક્ષેપ
બાંદા : મોટા ભાઇના જન્મદિવસની પાર્ટીમાં એક માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. મૃતકના પિતા મનોજ વર્માએ જણાવ્યું કે, તેના મોટા પુત્ર આયુષનો પાંચમો જન્મ દિવસ હતો. મહેમાનો માટે ભોજન બની રહ્યું હતું. ત્યારે જ ગરમ શાકના તપેલામાં તેમનો દોઢ વર્ષનો પુત્ર રમતા રમતા પડી ગયો હતો.
ADVERTISEMENT
બાંદામાંથી એક ખુબ જ કરૂણ ઘટના પ્રકાશમાં આવી
ઉત્તરપ્રદેશના બાંદામાં એક ખુબ જ દર્દનાક ઘટના બની હતી. જ્યાં મોટા ભાઇના જન્મદિવસની પાર્ટીમાં તેના જ નાના ભાઇનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર રમતા રમતા બાળક ગરમ શાકમાં પડ્યો હતો. તુરંત જ તેને શાકના તપેલામાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આ ઘટના બાદ પરિવારમાં ભારે શોકનો મહોલ છે.
શાકના મોટા તપેલામાં દોઢ વર્ષનું બાળક પડ્યું
ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને શબને કબ્જે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને મામલે તપાસ શરૂ કરી છે. મૃતકના પિતા મનોજ વર્માએ જણાવ્યું કે, તેના પુત્ર આયુષનો પાંચમો જન્મ દિવસ હતો. મહેમાનો માટે ભોજન બની રહ્યું હતુ. ત્યારે જ ગરમ શાકના તપેલામાં તેમનો દોઢ વર્ષનો પુત્ર અંકુશ રમતા રમતા પટકાયો હતો.
મોટા ભાઇના જન્મ દિવસે નાના ભાઇનું મોત
તત્કાલ તેને તપેલામાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જ્યાંથી તેને જિલ્લા હોસ્પિટલ રેફર કરી દેવાયો હતો. જો કે બાળકનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. પીડિત પિતાએ સારવારમાં બેદરકારીનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે, માત્ર બોટલ ચડાવવા ઉપરાંત કોઇ પણ ધ્યાન આપ્યું નહોતું. હાલ તો બાળકના મોતના કારણે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો છે.
ADVERTISEMENT