કેદારનાથ યાત્રા શરૂ થાય તે પહેલા જ મોટી દુર્ઘટના, હેલીકોપ્ટરના પંખામાં આવી જતા એકનું મોત

નવી દિલ્હી : કેદારનાથ યાત્રા શરૂ થાય તે પહેલા જ ઉતરાખંડમાં એક મોટી દુર્ઘટના થઇ હતી. રવિવારે બપોરે હેલીકોપ્ટરના પંખાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.…

Kedarnath Yatra starting date

Kedarnath Yatra starting date

follow google news

નવી દિલ્હી : કેદારનાથ યાત્રા શરૂ થાય તે પહેલા જ ઉતરાખંડમાં એક મોટી દુર્ઘટના થઇ હતી. રવિવારે બપોરે હેલીકોપ્ટરના પંખાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મૃતકનું નામ અમિત સૈની હોવાનું સામે આવી રહ્યું છે. સૈની ઉતરાખંડ સિવિલ એવિએશન ફાઇનાન્સિયલ કંટ્રોલર હતા. સુત્રો અનુસાર હેલીકોપ્ટરના લેન્ડિંગ દરમિયાન જ્યારે અમિત સૈની હેલીકોપ્ટરના લેન્ડિંગ દરમિયાન નજીક જઇ રહ્યા હતા તો ટેલ રોટર (પાછળના પાંખડા) ની ઝપટે ચડી જવાના કારણે તેનું માથુ જ કપાઇ ગયું હતું. ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.

હેલીકોપ્ટરના પરીક્ષણ દરમિયાન બની દુર્ઘટના
સુત્રો અનુસાર હેલીપેડ પર દુર્ઘટના દરમિયાન ઉતરાખંડ સિવિલ એવિએશનના સીઇઓ પણ હાજર હતા. ઇન્સપેક્શન દરમિયાન આ દુર્ઘટના થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેદારનાથ યાત્રા 25 એપ્રીલથી શરૂ થવા જઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 25 એપ્રીલથી બાબા કેદારનાથના કપાટ ખુલશે. જેના મુદ્દે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે જ મંદિર સમિતી પણ કેદારનાથ મંદિરને સજાવવાનું કાર્ય કરી રહી છે. તમામ વિભાગો પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહ્યું છે. બીજી તરફ તીર્થયાત્રિઓની સુવિધા માટે હેલી સેવાઓ પણ ધામ પહોંચી ચુકી છે.

અધિકારીક વેબસાઇટ પરથી થયેલા બુકિંગને જ માન્ય ગણવામાં આવશે
કેદારનાથ ધામ માટે ડીજીસીએએ આ વખતે નવ હેલી સેવાઓની પરવાનગી આપી છે. ગુપ્તકાશી, ફાટા અને શેરસીથી આ નવ હેલી સેવાઓ ઉડ્યન કરશે. હેલીસેવાથી કેદારનાથ ધામ જનારા તીર્થયાત્રીઓ માત્ર આઇઆરસીટીસીની http://heliyatra.irctc.co.in વેબસાઇટ પર ટિકિટ બુક કરાવી શકે છે. આ વેબસાઇટ ઉપરાંત યાત્રીઓને અન્ય કોઇ પણ વેબસાઇટથી ટિકિટ નહી મળી શકે. હેલી ટિકિટ માટે પણ યાત્રીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશન થવું ફરજીયાત છે. આ વખતે ગુપ્તકાશીથી કેદારનાથ આવવા જવાનું ભાડુ 7740, ફાટાથી 5500, શેરસીથી 5498 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યા છે.

નકલી ટિકિટોના ત્રાસથી પરેશાન થતા હતા યાત્રીઓ
ગત્ત યાત્રા સિઝમાં જોવાયું હતું કે, અનેક યાત્રીઓએ નકલી ટિકિટ મળવાની ફરિયાત કરી હતી. ગત્ત અનુભવોને જોતા આ વખતે 90 ટકા ટિકિટો ઓનલાઇન કરવામાં આવી છે. બાકીના 10 ટકા વીઆઇપી માટે રાખવામાં આવી છે. જે કલેક્ટર દ્વારા જ ઇશ્યુ કરવામાં આવશે. અન્ય કોઇ પણ સ્થળેથી જો ટિકિટ મળે તો તે નકલી છે. ગત્ત વખતે કેદારનાથ ધામમાં થયેલી હેલી દુર્ઘટનાબાદ આ વખતે હેલી સેવાઓથી સંચાલનમાં કેટલાક નવા નિયમો પણ બનાવાયા છે. જેથી ઉપરની વેબસાઇટ કે કોઇ અન્ય એજન્ટ દ્વારા કોઇ બુકિંગ નહી થાય અને જે પણ બુકિંગ થશે તેઓ ઉપરની વેબસાઇટ પર થઇ જશે.

    follow whatsapp