ઓ બાપ રે! Amazon ના પાર્સલમાંથી નીકળ્યો જીવતો કોબ્રા, પરિવારના વધ્યા ધબકારા

Viral Video News: સોશિયલ મીડિયા પર દરરોજ અજીબોગરીબ વીડિયો વાયરલ થતા રહે છે. ઘણી વખત આ વીડિયોને જોઈને લોકોના હોશ ઉડી જાય છે. તો ઘણા વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે.

Viral Video News

Amazon ના પાર્સલમાંથી નીકળ્યો કોબ્રા

follow google news

Viral Video News: સોશિયલ મીડિયા પર દરરોજ અજીબોગરીબ વીડિયો વાયરલ થતા રહે છે. ઘણી વખત આ વીડિયોને જોઈને લોકોના હોશ ઉડી જાય છે. તો ઘણા વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઈ જશે. આ મામલો બેંગલુરુનો છે. અહીં એક કપલે એમેઝોન પરથી ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જોકે, જ્યારે તેમણે પાર્સલ ખોલ્યું તે જોઈને તેમના હોશ ઉડી ગયા. કારણ કે પાર્સલમાં એક જીવતો કોબ્રા હતો. સાપને જોતા જ કપલ ચીસો પાડવા લાગ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

પાર્સલમાંથી નીકળ્યો જીવતો કોબ્રા


વાયરલ વીડિયોમાં અડધા ખુલ્લા એમેઝોનના પેકેટમાં સાંપને જોઈ શકાય છે. કપલે ખરેખર એમેઝોન પરથી તેમના Xbox કંટ્રોલર પેકેટનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેમણે પેકેટ પર નજર કરી તો તેમને કોબ્રા જોવા મળ્યો. જે પેકેજીંગ ટેપ સાથે ચોટેલો હતો. સાપ પર એક ટેપ ચોંટી ગઈ હતી. જેના પર લખ્યું હતું “Amazon Prime”

એમેઝોનની બેદરકારીથી થયુંઃ કપલ

કપલે આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. પરિવારનું કહેવું છે કે સાપ ટેપ સાથે ચોંટેલો હતો, જેના કારણે તેણે અમારા પરિવારના લોકોને નુકસાન પહોંચાડ્યું નથી. મળતી માહિતી અનુસાર, એમેઝોને પૈસા રિફન્ડ કરી દીધા છે, પરંતુ અમને નુકસાન થઈ શકતું હતું તેનું શું. આ એમેઝોનની બેદરકારીના લીધે થયું છે. અડધી રાતે કસ્ટમર કેરમાં કોલ કરવા પર કહેવામાં આવ્યું કે અત્યારે આ સ્થિતિને જાતે જ હેન્ડલ કરો. અમારે 2 કલાક સુધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. એમેઝોને એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે અમને આ ઘટના પર ખેદ છે, સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.


 

    follow whatsapp