ભોપાલ : મધ્યપ્રદેશના વન વિભાગે ચિત્તાઓની વધતી સંખ્યાના કારણે કેટલાક ચિત્તાઓને અન્ય સ્થળે શિફ્ટ કરવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. જેમાં એક્શન પ્લાન અનુસાર ચીત્તાઓની સંખ્યા વધારે હોવાના કારણે કેટલાક લોકોને બીજા સ્થળે શિફ્ટ કરવા માટે અપીલ કરી છે. કૂનો નેશનલ પાર્કમાં રવિવારે એક વધારે ચિત્તા ઉદયના મોત બાદ ચીત્તાઓને અહીંથી અન્યત્ર લઇ જવાની ચર્ચા તેજ થઇ ચુકી છે.
ADVERTISEMENT
એક્શન પ્લાનમાં 20-25 ચિત્તાઓનું પ્રાવધાન
મધ્યપ્રદેશના પ્રધાન મુખ્ય વન સંરક્ષક (વનપ્રાણી) જસબીરસિંહ ચૌહાણે કહ્યું કે, અમે કેન્દ્ર સરકારને પત્ર લખીને કેટલાક ચિત્તાઓને બીજી ઉપયુક્ત સ્થળ પર શિફ્ટ કરવા માટેનો પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું કે, એક્શન પ્લાનના અનુસાર કુનોમાં 20થી 25 ચીત્તા રહી શકે છે. કુનોમાં બે ચીત્તાઓના મોત બાદ 22 ચીત્તા છે. જો કોઇ બીજી માદા ચિત્તાને જન્મ આપે છે તો તેની સંખ્યા વધશે. તેને ધ્યાનમાં રાખતા અમે કેન્દ્રને પત્ર લખીને નિવેદન આપ્યું છે. કેટલા ચિત્તાઓને શિફ્ટ કરવામાં આવે તે બાબતનું કેન્દ્રની ટીમ નક્કી કરે.
આ છે વન વિભાગની ચિંતાનું કારણ
એક અધિકારીએ જણાવ્યું કે, કુનોમાં ચિત્તાની સંખ્યા વધી રહી છે. પહેલા નામીબિયાથી 8 ચિતાઓની કુનોમાં છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાને લાવવામાં આવ્યા. એક મહિના પહેલા માદા ચિત્તાને ચાર બાળકોને જન્મ દિધો છે.
આ કારણથી કૂનો નેશનલ પાર્કની પસંદગી
કૂનો નેશનલ પાર્કને નજીકના એક દશક પહેલા ગિરના એશિયન સિંહોને લાવવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. જો કે આ સિંહ ક્યારે કુનો આવી શક્યા નહી. સ્થાનાંતરણની તમામ તૈયારીઓ અહીં થઇ હતી. સિંહના શિકાર માટે સાંભર, ચિત્તલ જેવા જાનવરોને પણ કુનોમાં સ્થાનાંતરિક કરવામાં આવ્યા હતા. સિંહ માટે કરવામાં આવેલી તૈયારી હવે ચિત્તા માટે કામ આવી રહી છે. કુનો ઉપરાંત સરકારે મધ્ય પ્રદેશના જ નૌરાદેહી વન્ય અભ્યારણ્ય, રાજસ્થાનમાં ભેસરોડગઢ વન્યજીવ પરિસર અને શાહગઢમાં પણ વૈજ્ઞાનિક આકલન કરાવ્યું હતું. આકલન બાદ કુનોને ચીત્તાઓ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
કુનોમાં બે ચિત્તાઓના મોત
માર્ચમાં ચીત્તા સાશાની બિમારી બાદ મોત થયું હતું. રવિવારે નેશનલ પાર્કમાં નરચીત્તા ઉદયનું મોત થયું હતું. આજે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં માહિતી મળી કે ચિત્તા ઉદય ગંભીર રીતે બિમાર હતો. તેના ફેફસા અને કિડનીમાં સંક્રમણ થયું હતું. જેના કારણે તેનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ માદા ચિત્તા સાશાનું પણ મોત કિડનીની બિમારીના કારણે થયું હતું. પીસીસી એક વાઇલ્ડલાઇફ જસબીર સિંહ ચૌહાણે જણાવ્યું કે, કાર્ડિયોપલમીનરી ફેલ થવાના કારણે ચિત્તાનું મોત નિપજ્યું છે. હાર્ટ અને લંગ્સની સમસ્યા સામે આવી છે. આ બિમારીના કારણે માહિતી મેળવવા માટે બ્લડ સેમ્પલ લેબ મોકલવામાં આવ્યા છે. એક બે દિવસમાં રિપોર્ટ આવી જશે. કારણ સ્પષ્ટ થઇ જશે.
ADVERTISEMENT