વિપિન પ્રજાપતિ/પાટણ : કોરોના કાળમાં હોસ્પિટલની અછત અને સારવારનાં મોટા મોટા ખર્ચાને કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આયુર્વેદિક સારવારથી કોરોના થતો જ નથી તેવા દાવાઓનાં કારણે લોકોનાં મનમાં ખુણે પડેલો આયુર્વેદ પ્રેમ જાગી ઉઠ્યો અને પછી ધીરે ધીરે સરકારો પણ ઉકાળા સહિતનાં અલગ અલગ આયુર્વેદિક દવાઓ તરફ વળી. લોકોનો વિશ્વાસ ત્યાર બાદ વધારે મજબુત થયો. ભારત સરકારનું આયુષ મંત્રાલય પણ આ દરમિયાન સમાચાર માધ્યમોમાં ચમકતું રહ્યું. આ સારવારનો ખર્ચ ઓછો ઉપરાંત કોઇ જ સાઇડ ઇફેક્ટ પણ નહી હોવાનાં કારણે લોકો આયુર્વેદ તરફ વળ્યાં હતા.
ADVERTISEMENT
હાલમાં જ જામનગરમાં યોજાયું હતું આયુષ સમિટ
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રીલ મહિનામાં જામનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ ઇનોવેશન સમીટનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે, આયુષના ક્ષેત્રમાં રોકાણની અનેક સંભાવનાઓ છે. આયુષ દવાઓ, સપ્લીમેન્ટ અને કોસ્મેટિકના ઉત્પાદનમાં આપણે પહેલા જ અભૂતપૂર્વ તેજી જોવા મળી રહી છે. 2014માં એક તરફ આયુષ સેક્ટર 3 બિલિયન ડોલર કરતા પણ ઓછી ઇકોનોમી હતી. આજે તે વધીને 18 બિલિયન ડોલરને પણ પાર પહોંચી ચુકી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 14 સ્ટાર્ટઅપ યૂનિકોર્ન ક્લબમાં પહોંચી ચુક્યા છે. મને વિશ્વાસ છે કે, યૂનિકોર્ન ઝડપથી આયુષ સ્ટાર્ટઅપ્સ તરીકે ઉભરશે.
કરોડોના ખર્ચે હોસ્પિટલ બનાવી પણ હવે થઇ ચુકી છે જંગલ
જો કે આ સમિટ જ્યાં આયોજીત થઇ તે ગુજરાતમાં કરોડોના ખર્યે બનેલી આયુષ હોસ્પિટલની સ્થિતિ ખુબ જ ખરાબ છે. જરાતના પાટણમાં બનેલી આ હોસ્પિટલ બની તો ચુકી છે પરંતુ અહીં એક પણ ડોક્ટર નથી. અહીં દર્દીઓ પણ નથી. સૌથી આશ્ચર્યજનક બાબત કે અહીં જવા માટેનો કોઇ રસ્તો પણ નથી. પાટણના સિદ્ધપુર તાલુકામાં 2011-13 વચ્ચે 60 થી 70 કરોડના ખર્ચે ગુજરાત સરકારે અહીં આયુર્વેદિક હોસ્પિટલ બનાવી હતી પરંતુ રાજનૈતિક રમતનોનો હોસ્પિટલ ભોગ બની. હવે આ હોસ્પિટલ ખંડેર બની ચુકી છે અને હોસ્પિટલની આસપાસ પણ જંગલ બની ચુક્યું છે. આ ઉપરાંત કરોડોના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં લાગેલા દરવાજા, બારી, રેલિંગ, નળ, અન્ય જરૂરી સાધનોની પણ ચોરી થઇ ચુકી છે.
ડોક્ટર કહે છે અમને તો કોઇ આદેશ જ નથી મળ્યો
2013 માં હોસ્પિટલ બનીને તૈયાર થઇ ચુકી હતી પરંતુ વિભાગ તરફથી આયુષ દ્વારા સ્થાનીક વિભાગને કામગીરી સોંપવાના આદેશ હજી સુધી નથી મળ્યાં. સિદ્ધપુરની સરકારી હોસ્પિટલમાં આયુષ વિભાગના અધિકારી વૈદ્ય ચારુબેને જણાવ્યું કે, હું અહીં છેલ્લા 5 વર્ષથી કામ કરી રહ્યું છે. 2013 થી હોસ્પિટલ બની ચુકી છે. જો કે અમને વિભાગ દ્વારા અહીં કામગીરી શરૂ કરવા માટેની કોઇ જ સુચના આપવામાં આવી નથી.
ADVERTISEMENT